- પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ: વિપુલ ચૌધરી
- ‘એટલા બધા વેપારી થઈ ગયા છે કે તેઓ કરોડપતિ થયા’
- ST બસમાં જાય એવો કોઈ કારોબારી સભ્ય બચ્યો જ નથી
લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર રહ્યા બાદ ફરી એકવાર જાહેર જીવનમાં સક્રિય થતાં જ વિપુલ ચૌધરીએ ચર્ચાસ્પદ નિવેદન આપ્યું છે. મહેસાણામાં અર્બુદા સેવા સમતિનિ બેઠક દરમિયાન પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ અંગે કહ્યું કે, પાટીદાર શૈક્ષણિક સંસ્થાઓનું વેપારીકરણ થયું છે. તેમજ કડવા પાટીદાર અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે.
આજે મહેસાણામાં અર્બુદા સેવા સમતિનિ બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક પર પૂર્વ ગૃહ રાજ્ય પ્રધાન વિપુલ ચૌધરીએ પાટીદાર સંસ્થાઓ પર પ્રહાર કર્યા હતા. જેમાં તેમણે પાટીદારની શૈક્ષણિક સંસ્થાઓ અંગે કહ્યું કે, કડવા પાટીદાર અને લેઉવા પાટીદારો વેપારી થઈ ગયા છે. એટલા બધા વેપારી થઈ ગયા છે કે તેઓ કરોડપતિ થયા છે. હવે ST બસમાં જાય એવો કોઈ કારોબારી સભ્ય બચ્યો જ નથી.
એટલું જ નહીં તેમણે બેઠકમાં કહ્યુ હતુ કે, પાટીદાર સંસ્થાઓ ધનાઢ્યોની થઈ ચૂકી છે. સંસ્થાઓના બંધારણમાં જ લખ્યુ છે કે, જે દાન આપશે એ જ મંડળમાં રહી શકશે. અમારા બંધારણમાં અમારી પ્રાથમિક સેવા અને સંસ્કાર છે. સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છીએ, અમારી એવી સમજણ છે કે, અમારી પાસે વધારે પૈસા નથી અને સમાજમાં વધારે કરોડપતિ લોકો નથી.
આ સાથે જ તેમણે કહ્યું કે, પાટીદાર સમાજ પણ છેલ્લા એક બે દાયકાથી કરોડપતિઓ થયા છે. એક બે દાયકાથી ધન આવ્યુ હોય તો ધનનો પ્રવાહ આજે સમાજમાં વધારે છે. અથવા તો સેવાનો અથવા કાર્યકરોનો પ્રભાવ ઓછો છે.
મહેસાણામાં અર્બુદા સેવા સમિતિની બેઠક વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં યોજાયો હતો. આ દરમિયાન પશુપાલન કરનાર અંગે વિવાદાસ્પદ નિવેદન આપતાં કહ્યું કે, પશુપાલન કરનાર કોઈ માણસ પાટીદાર સંસ્થામાં રહ્યો નથી. પશુપાલન કરનારને કોઈ વેવાઈ પણ બનાવવા તૈયાર નથી.


