- 700 MMની મુખ્યપાઈપ લાઈન અન્ય જગ્યાએ શિફટ કરવાની કામગીરી
- તા.10 અને 11 એમ બે દિવસ ત્રણ ઝોનમાં પાણી કાપ રાખવામાં આવ્યો
- આ કામગીરી બાદ ત્રણેય ઝોનમાં રાબેતા મુજબ પાણી વિતરણ કરાશે
જામનગરમાં લાલપુર ચોકડી પાસે 700 MM ડાયાની મુખ્યપાઈપ લાઈન ઓવર બ્રિજ કન્ટ્રકશનના કામમાં નડતરરૂપ થતી હોવાથી તેને અન્ય જગ્યાએ જેને શિફટીંગ કરવાની તથા તેના જોડાણની આનુસાંગિક કામગીરી કરવાની ચાલુ હોવાના કારણે શહેરના ગોકુલનગર ઝોન, જ્ઞાનગંગા ઝોન, રવિ પાર્ક ઝોન હેઠળ આવતા વિસ્તારોમાં બે દિવસ પાણી પુરવઠાનું વિતરણ તંત્ર દ્રારા બંધ કરાયું છે.તો તંત્ર દ્રારા હાલાના તબક્કે ટેન્કર મોકલીને પાણીની સુવિધા સ્થાનિકોને પૂરી પાડવામાં આવશે.
પાઈપલાઈનને કરાઈ રહી છે શિફટીંગ
જામનગરમાં લાલપુર ચોકડી પાસે ઓવરબ્રિજ નિર્માણનું કાર્ય ચાલુ છે,ત્યાંથી પસાર થતી પાણીની પાઈપલાઈન શિફ્ટીંગ કરવાની કામગીરી પણ હાલ ચાલું છે. આથી કોર્પોરેશન દ્વારા તારીખ 10 અને 11 માર્ચે પાણી કાપ મૂકવામાં આવ્યો છે. આ પાણી કાપ રાખવાથી આ ત્રણેય ઝોન હેઠળ આવતા 80થી વધારે સોસાયટીઓના અંદાજે દોઢ લાખ લોકોને પાણી નહિ મળે.આ કામગીરી હાલ જામનગરના લાલપુર ચોકડી પાસે નદીના કાંઠે થઇ રહી છે.
મંગળવારે મળશે પાણી
700 MM ડાયાની મુખ્યપાઇપ લાઈન ઓવરબ્રિજ ના કામમાં નડતરરૂપ થઇ રહી છે તેને શિફટિંગ કરી અને તેને અન્ય પાઇપ લાઈન સાથે જોડાણ કરી આ કામગીરી કરવામાં આવશે. આ કામગીરી પૂર્ણ થયા બાદ મંગળવારના રોજ પાણી વિતરણ કરવામાં આવશે પ્રથમ બંધ રહેલ ઝોન વિસ્તારમાં પાણી વિતરણ કરવામાં આવશે ત્યારબાદ બીજા દિવસે રૂટીન લાગતા ઝોનમાં પાણી વિતરણ કરવામાં આવશે.


