કુંડલિયા કોલેજ દ્વારા “એનેમિયા સ્ક્રીનીંગ અને જાગૃતિ શિબિર” યોજાઇ
નિષ્ણાંતો દ્વારા છાત્રોને માર્ગદર્શન અપાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત જે. જે. કુંડલિયા કોમર્સ કોલેજ કેમ્પસ, રાજકોટ ખાતે નિરામય ચેરીટેબલ ટ્રસ્ટ એનીમિયાથી પ્રભાવી વિદ્યાર્થીઓ માટે સ્ક્રીનીંગ કાઉન્સેલિંગ અને યોગ્ય સારવારની સુવિધા આપવાના ઉદેશ્ય સાથે શ્રીમદ રાજચંદ્ર મિશન ધરમપુર દ્વારા રાષ્ટ્રીય આરોગ્ય મિશન હેઠળ એનીમિયા મુક્ત ભારત ઉદેશ્ય સાથે કામ કરે છે. ગુજરાતમાં ખાસ કરીને યુવાનોમાં એનીમિયા એક મહત્વપૂર્ણ જાહેર આરોગ્યની ચિંતાનો વિષય છે. કોલેજ સ્તરે આ વિષયની જાગૃતતા થી અને વહેલા નિદાન, સમયસર કાઉન્સેલિંગ અને યોગ્ય વ્યવસ્થા માટે મહત્વનું બની રહે છે. નિરામયા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા માટે તાલીમ પામેલા તબીબી અને પેરામેડીકલ ટીમોનાં સભ્ય નયનાબેન સોલંકી, તથા ખ્યાતીબેન ગોસાઈએ, માળખાગત સ્ક્રીનીંગ કેમ્પ કરવામાં આવેલ અને વિદ્યાર્થીઓને જ્ઞાન્નાવિત કરેલ.
આ વ્યાખ્યાનનું આયોજન અને સંચાલન કોલેજના આચાર્ય ડો. પ્રીતિબેન ગણાત્રાનાં સતત માર્ગદર્શન હેઠળ રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો. દિલીપસિંહ ડોડિયા અને સહ-પ્રોગ્રામ ઓફિસર ડૉ. એચ. આર. ભાલિયા એ કરેલ. રાષ્ટ્રીય સેવા યોજનાનાં અને કોલેજનાં ૧૮૦ વિદ્યાર્થીઓ દ્વારા ઉમળકાભેર ભાગ લઈ અને પોતાને સતાવતા/ઉદ્દભવતા પ્રશ્નોની રજુવાત કરી હતી. જેના જવાબો આશિક તંબોલ સાહેબ તથા રાષ્ટ્રીય સેવા યોજનાનાં કો-ઓર્ડીનેટર ડો. દિલીપસિંહ ડોડિયા દ્વારા ઉદાહરણ આપી નિરાકરણ આપેલ હતું.
આ વ્યાખ્યાનની સફળતાને બિરદાવતા મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટી ડો. અલ્પનાબેન ત્રિવેદીએ વિદ્યાર્થીઓ તથા સમગ્ર ટીમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન પાઠવ્યા હતા. આ વ્યાખ્યાન સફળ બનાવવા કોલેજનાં આચાર્ય ડો. પ્રીતિબેન ગણાત્રાના સતત માર્ગદર્શન હેઠળ સમગ્ર શૈક્ષણિક અને વહીવટી કર્મચારીઓએ ભારે જહેમત ઉઠાવી હતી.


