સરગમ કલબ સંચાલિત રામનાથપરા મુકિતધામમાં અસ્થિતનું પૂજન કરાયું
હરિદ્વારમાં તા.૧૨મીએ કરાશે વિસર્જન
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકા નિર્મિત સરગમ ક્લબ સંચાલિત શહેરના મધ્યમાં રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી – ૨૦૨૬ થી જૂ – ૨૦૨૬ સુધીમાં ૨૫૦૦ લોકોને અગ્નિદાહ અપાયા હતા. શહેરના રામનાથપરા મુક્તિધામમાં જાન્યુઆરી થી જૂન સુધીમાં ૨૫૦૦ લોકોને અગ્નિદાહ આપ્યો હતો. તેમનો અસ્થી પૂજનનો કાર્યક્રમ તા. ૦૫/૦૭/૨૦૨૬ ને રવિવારે સવારે ૮/૩૦ થી ૧૦/૦૦ વાગ્યા સુધી બ્રાહ્મણોએ શાસ્ત્ર વિધિ મુજબ યોજાયેલ. મૃતકોના તમામ સ્વજનો ની હાજરીમાં યોજાયેલ. સરગમ ક્લબ આગામી તારીખ ૧૨/૦૭/૨૦૨૬ મી રવિવાર એ આ તમામ અસ્થિઓનું વિસર્જન હરિદ્વાર મૂકામે સવારે ૭/૦૦ કલાકે હરકિપેઠી અસ્થિપૂજન ઘાટ ઉપર થશે. દરેક મૃતક વ્યક્તિનું નામ બોલી બોલીને અસ્થિઓનું હરિદ્વારમાં વિસર્જન કરાશે. ગુણવંતભાઈ ડેલાવાળાએ જણાવ્યું હતું કે, સરગમ કલબના દરેક હોદેદાર સ્વખર્ચે અસ્થિનું વિસર્જન કરવા હરિદ્વાર જશે.
સમગ્ર અસ્થી પૂજનની વ્યવસ્થા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા નાં માર્ગદર્શન નીચે અને મુક્તીધામના ઇન્ચાર્જ રમેશભાઈ અકબરી, મનસુખભાઇ ધંધૂકિયા , અનવરભાઈ ઢેબા, રાજેન્દ્રભાઈ શેઠ, કનૈયાલાલ ગજેરા, ડો. પંકજભાઈ રાઠોડ, જયસુખભાઇ ડાભી, કૌશિકભાઈ વ્યાસ, દીપકભાઈ શાહ, સુરેશભાઇ દેત્રોજા, જયેશભાઇ કાટકોરિયા, તેમજ ગીતાબેન હિરાણી, ડો. અલ્કાબેન ધામેલિયા, જયશ્રીબેન વ્યાસ, હેતલબેન થડેશ્વર, નીતાબેન પરસાણા, દિવ્યાબેન ઉમરાણીયા, નિશાબેન ખંધેડીયા, ઉર્વશીબેન ટાંક, કૈલાશબા વાળા, વૈશાલીબેન શાહ, ઝરણાબેન વિરડીયા, આરતીબેન ઠૂમ્મર અને બંને કલબના તમામ કમિટી મેમ્બર વ્યવસ્થા સંભાળી હતી.


