By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    પ્રકૃતિનો અનાદર એ પરમાત્માનો અનાદર છે : મોરારિબાપુ
    57 minutes ago
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    કોઇપણ વસ્તુનું ‘મમત્વ’ છોડે, પણ ‘મહત્વ’ની છોડે એનું નામ સાધુ : મોરારિબાપુ
    1 day ago
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
     મૂળમાં સત્ય ન હોય તો વેદ પણ વેદના બની જાય છે : મોરારિબાપુ
    2 weeks ago
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
     સાચો બૃધ્ધપુરૂષ કયારેય વિજ્ઞાપન નથી કરતો : મોરારિબાપુ
    2 weeks ago
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    હદથી વધારે જ્યાં ભોગ હોય ત્યાં ભય હોય જ: મોરારિબાપુ
    2 weeks ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    6 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    6 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    6 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    6 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    6 months ago
  • EpaperEpaperEpaper
Reading:  સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાજકોટ

 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ

Editor
Last updated: 2026/07/02 at 4:09 PM
38 minutes ago
Share
 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ
SHARE

ઊંચેથી આરપાર સરતુ આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠુ, ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશો કે ચોમાસુ ધારદાર બેઠું

 સૌરાષ્ટ્રમાં મેઘરાજાનું શાહી આગમન, ગીરનાર પર ૬ ઇંચ

 મોડુ આવ્યુ પણ ધૂરંધર અંદાજમાં આવ્યું ચોમાસુ : સવારથી બપોર સુધી 3૧ તાલુકામાં વરસાદ, સૌથી વધારે માંગરોળમાં ૪ ઇંચ પડયો

 માળિયા હાટીનામાં ૧.૨૪ ઇંચ, કેશોદ-તાલાલામાં ૧.૪૨ ઇંચ, વાગરા, વંથલી, ઓલપાડમાં દોઢ ઇંચ, કોડીનારમાં અડધો ઇંચ

ગોંડલ, રાજુલા, વેરાવળમાં ધોધમાર પડતા રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો ફસાયા : ચાર જિલ્લામાં રેડ એલર્ટ

 

અગ્ર ગુજરાત, રાજકોટ

દક્ષિણ ગુજરાત બાદ હવે સૌરાષ્ટ્રમાં પણ મેઘરાજાએ ધમાકેદાર શાહી એન્ટ્રી મારી છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ, રાજકોટ, ગીર સોમનાથ, ભાવનગર, અમરેલી સહિતના જિલ્લામાં હેત વરસાવ્યું હતું. જૂનાગઢમાં ગિરનાર પર્વત પર ૬ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો.

જૂનાગઢ શહેરમાં પ્રકૃતિનો અદભુત નજારો જોવા મળી રહ્યો છે. શહેરમાં સરેરાશ 4 ઇંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે ગિરનાર જંગલ અને ગિરનાર પર્વત પર પ્રચંડ ગાજવીજ સાથે 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે. પર્વત પર થયેલા આ મુશળધાર વરસાદને કારણે તળેટીમાં આવેલા ઐતિહાસિક અને પવિત્ર દામોદર કુંડમાં નવા નીરની ભવ્ય આવક થઈ છે. ચાલુ સિઝનના પ્રથમ વરસાદે જ દામોદર કુંડમાં પૂર જેવા દ્રશ્યો સર્જાતા સ્થાનિક શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોમાં ભારે હર્ષની લાગણી વ્યાપી ગઈ છે.

ગિરનારના જંગલ વિસ્તારમાં 6 ઇંચ જેટલો ભારે વરસાદ પડવાના કારણે સમગ્ર વનરાજી લીલીછમ ચાદરમાં લપેટાઈ ગઈ છે. ગિરનાર જંગલ સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. પર્વત પરથી વહેતા નાના-મોટા ઝરણાં અને સોનરેખ નદી જીવંત બનતા નયનરમ્ય દ્રશ્યો સર્જાયા છે. આ અદભુત નજારો માણવા માટે સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓ તળેટી અને ભવનાથ તરફ ઉમટી પડ્યા છે. વીકએન્ડમાં અહીં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી શકે છે.

ગુજરાતમાં વરસાદને લઈ જૂન મહિનો નિરાશાજનક રહ્યા બાદ જુલાઈના પ્રારંભે જ મેઘરાજાએ જમાવટ કરી દીધી છે. આજે સવારના 6થી 12 વાગ્યા સુધીમાં 31 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ જૂનાગઢના માંગરોળમાં 4 ઇંચ પડ્યો છે. વેરાવળમાં ધોધમાર વરસાદથી નીચાળવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સાથે શિવ મંદિરમાં પાણી ઘૂસ્યા છે. બીજી તરફ સુરતના ડીંડોલી વિસ્તારમાં આજેપણ લગભગ 40 મીટર રોડ બેસી ગયો હતો, જેમાં એક ટેન્કર ભૂવામાં ફસાયું.

હવામાન વિભાગ દ્વારા 5 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે એલર્ટ જારી કર્યું છે. આજે ચાર જિલ્લામાં રેડ એલર્ટ અને પાંચ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. હવામાન વિભાગના મતે પવનની ગતિ 40થી 50 કિમીની રહેશે અને વીજળી પડવાની શક્યતા પણ રહેશે. NDEM પોર્ટલ પરથી મળેલા INCOIS અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દરિયામાં 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની શક્યતા હોવાથી, તોફાની સ્થિતિને જોતાં માછીમારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

રાજકોટના ઉપલેટામાં બપોરના 12 વાગ્યા બાદ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. વરસાદ એટલો ધોધમાર હતો કે, વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી. ઉપલેટા શહેરમાં આસપાસના વિસ્તારોમાં ઉકળાટ અને ગરમી બાદ પડેલા વરસાદથી લોકો આનંદમય જોવા મળ્યા હતા. સવારથી જ વાદળછાયુ વાતાવરણ અને કાળા ડિબાગ છવાયેલા વાદળો બપોરે 12 વાગ્યા બાદ વરસાદ થતાં લોકોને ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્યંત ધોધમાર વરસાદે થોડીજ ક્ષણોની અંદર રોડ રસ્તા ઉપર વરસાદી પાણી વહેતા થયા હતાં.

ગીર સોમનાથ જિલ્લાના મુખ્ય મથક વેરાવળમાં પ્રથમ વરસાદે જ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીના દાવાઓની પોલ ખોલી દીધી છે. શહેરના અનેક મુખ્ય માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

વેરાવળ શહેરમાં પ્રથમ વરસાદ બાદ અમરદીપ હોસ્પિટલ રોડ, એસ.ટી. રોડ, જૈન હોસ્પિટલ રોડ, સુભાષ રોડ, હાઉસિંગ સોસાયટી રોડ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. માર્ગો પર પાણી ભરાતા વાહનચાલકો, રાહદારીઓ અને સ્થાનિક રહેવાસીઓને ભારે મુશ્કેલી વેઠવી પડી.

તપેશ્વર મંદિર પાસે આવેલી જયહિંદ શેરીમાં ગટરોની સફાઈ ન થતાં વરસાદી પાણી રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગયા હતા. જેના કારણે સ્થાનિકોમાં પાલિકા તંત્ર સામે રોષ જોવા મળ્યો. સ્થાનિક ગૃહિણી મમતાબેન કારિયાએ પણ પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે સવાલો ઉઠાવી તંત્ર પર આક્રોશ વ્યક્ત કર્યો.

પ્રથમ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સામે આવતા પાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરી અંગે ફરી પ્રશ્નો ઉભા થયા છે. હવે આગામી વરસાદ પહેલાં તંત્ર અસરકારક પગલાં ભરે છે કે નહીં, તેના પર શહેરવાસીઓની નજર છે.

ગીર સોમનાથના વિશ્વવિખ્યાત સોમનાથ મંદિરના દિગ્વિજય દ્વાર નજીક વરસાદી પાણી ભરાતા યાત્રિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. પ્રભાસ પાટણને જોડતા માર્ગ પર વરસાદી પાણી સાથે ગટરના પાણી પણ ભળતાં દુર્ગંધ ફેલાઈ છે. સ્થાનિકોએ મંદિર ટ્રસ્ટ અને નગરપાલિકાની ગંભીર બેદરકારીના આક્ષેપ કર્યા છે. નગરપાલિકાના કર્મચારીના જણાવ્યા મુજબ, વરસાદી પાણીના નિકાલમાં અવરોધ ઊભો થતાં વારંવાર આવી સ્થિતિ સર્જાય છે, છતાં અનેક રજૂઆતો બાદ પણ કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

તાલાલા સહિત ગીરના ધાવા, બોરવાવ, હડમતીયા, આંકોલવાડીમાં એક કલાકમાં એક ઇંચ વરસાદ વરસ્યો છે અને હજુ પણ વરસાદ ચાલુ છે. સતત બીજા દિવસે મેઘમહેરથી ગરમીથી લોકોને રાહત મળી છે. તાલાલામાં ગાળિયાવડ રોડ ઉપર વરસાદ સાથે પવન ફૂંકાતા વૃક્ષની તોતિંગ ડાળ તૂટી પડતા વીજ પ્રવાહ બંધ કરાવવો પડ્યો છે.

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં બુધવાર મોડીરાત્રે તેમજ ગુરુવાર વહેલી સવારે વરસાદી ઝાપટાં વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બાફથી પરેશાન બનેલા લોકોને વરસાદને કારણે રાહતનો અનુભવ થયો હતો.

હિંમતપુર, ચાપલાનાર, ચાંદરણી, ગાંભોઈ સહિતના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાયો હતો. વરસાદ શરૂ થતાં રસ્તાઓ ભીના બની ગયા હતા. ગ્રામ્ય વિસ્તારોમાં ખેડૂતો માટે પણ આ વરસાદ આશીર્વાદરૂપ બન્યો છે. જોકે, જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડ્યો હોવા છતાં જિલ્લા ડિઝાસ્ટર વિભાગના સત્તાવાર આંકડા મુજબ, ગુરુવાર સવારે સુધી જિલ્લાના કોઈપણ તાલુકામાં માપનીય વરસાદ નોંધાયો નથી.

હવામાન વિભાગની આગાહી: હજુ વધુ વરસાદની સંભાવના

સ્થાનિક આપત્તિ વ્યવસ્થાપન અને હવામાન વિભાગની આગાહી અનુસાર, જૂનાગઢ જિલ્લામાં હજુ પણ આગામી દિવસોમાં ભારે વરસાદની પૂરેપૂરી સંભાવના છે. આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયેલા છે અને દક્ષિણ-પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. વધુ વરસાદની આગાહીના પગલે નીચાણવાળા વિસ્તારોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે. નદી-નાળા અને જળાશયોમાં પાણીનું સ્તર સતત વધી રહ્યું હોવાથી તંત્ર દ્વારા નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

દરિયામાં 11 ફૂટથી ઊંચા મોજા ઉછળશે

NDEM પોર્ટલ પરથી મળેલા INCOIS અહેવાલ મુજબ, દેવભૂમિ દ્વારકા જિલ્લાના વાડીનારથી હર્ષદ સુધીના દરિયાકાંઠે હાઈ વેવ એલર્ટ (ઊંચા મોજા ઉછળવાની ચેતવણી) જાહેર કરવામાં આવ્યું છે. 2 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યાથી લઈને 3 જુલાઈના રોજ રાત્રે 11:30 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દરિયામાં 3.4થી 3.6 મીટર જેટલા ઊંચા એટલે કે, 11 ફૂટથી ઊંચા મોજા ઉછળવાની પ્રબળ શક્યતા છે. દરિયાની આ તોફાની સ્થિતિને જોતાં માછીમારો, દરિયાઈ કામગીરી સાથે સંકળાયેલા કર્મચારીઓ અને દરિયાકાંઠે મનોરંજન માટે જતાં પ્રવાસીઓને ખાસ સાવચેતી રાખવા અને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

સુરતમાં રસ્તાઓ બેસવાનું શરૂ, લોકોએ રોષ વ્યક્ત કર્યો

સુરતના ડીંડોલી વિસ્તારમાં ફરી એક વખત રસ્તા બેસી જવાની ઘટના સામે આવી છે. આજે સુરતમાં રેડ એલર્ટ છે, ત્યારે બીજી બાજુ માટી પુરાણ સારી રીતે ન થતાં આ રસ્તો બેસી ગયો હતો.

૩ થી ૬ જુલાઈ ધોધમાર વરસાદ અને પૂરનો ખતરો : અંબાલાલ પટેલ

હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે ગુજરાતમાં આવનારા વાવાઝોડા મેઘરાજા અંગે વિગતવાર આગાહી કરી છે. તેમના મતે, 3 થી 6 જુલાઈ દરમિયાન રાજ્યના મોટાભાગના ભાગોમાં, ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદ પડશે. આ વરસાદને કારણે ઘણી જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે.

અંબાલાલ પટેલના વિશ્લેષણ મુજબ, બંગાળની ખાડીમાં એક શક્તિશાળી સિસ્ટમ સક્રિય થઈ છે, જે 2-3 જુલાઈએ વધુ મજબૂત બનશે. આ સિસ્ટમની સીધી અસર ગુજરાત પર પડશે, જેના પરિણામે 3, 4, 5 અને 6 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે. મહિસાગર, વડોદરા અને પંચમહાલના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ અને પૂરની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના કેટલાક ભાગોમાં પણ સારો વરસાદ થવાની શક્યતા છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે, કારણ કે આ વખતે મેઘરાજા ભારે વરસાદ કરશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે, અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં ભેજનું પ્રમાણ વધ્યું છે, જે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ પૂરું પાડી રહ્યું છે. રાજ્યમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતાં, નર્મદા નદી અને બંધનું સ્તર નોંધપાત્ર રીતે વધવાની સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, સુરત અને ભરૂચમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે, જ્યાં પૂરની સ્થિતિ પણ સર્જાઈ શકે છે. સૌરાષ્ટ્રમાં, જામનગર અને ગીરમાં પણ ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની ચેતવણી પણ આપવામાં આવી છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, આ ઉપરાંત, 12 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ પડશે. જુલાઈ મહિનામાં વ્યાપક અને સારો વરસાદ પડશે. પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મોરબી, હળવદ અને સુરેન્દ્રનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાંથી બે ઓછા દબાણવાળા વિસ્તારો અને બે સિસ્ટમો ભારેથી અતિ ભારે વરસાદ લાવશે. કેટલાક ટ્રફ, કેટલાક ચક્રવાતી પરિભ્રમણ અને મધ્યપ્રદેશ પર રચાયેલા ઓછા દબાણવાળા વિસ્તાર – આ બધા પરિબળો આગામી દિવસોમાં ગુજરાતમાં ભારે વરસાદ માટે જવાબદાર રહેશે.

You Might Also Like

સોનીબજારમાં હૃદય બંધ પડી જતાં બંગાળના યુવાનનું મોત

મુંબઇ, સુરત અને મોરબીના વ્યાજખોરોના ત્રાસથી કંટાળી રાજકોટના સોની વેપારીનો આપઘાત

 રાજકોટ કોર્ટ પરિસરમાં જ પત્ની પર તૂટી પડતો વકીલ પતિ

રતનપરમાં મંદિરમાં દર્શન કરવા ગયેલા પરિવારને જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયા!

 દિવસે રેકી કર્યા બાદ રાતે બુકાની બાંધી કિંમતી પ્‍લેટ્‍સ ચોરતી ટોળકી ઝડપાઇ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેના આંદોલનનો બીજો તબક્કો, સાંસદને આવેદન પાઠવી રજુઆત
રાજકોટ

શિક્ષકોના પડતર પ્રશ્નો અંગેના આંદોલનનો બીજો તબક્કો, સાંસદને આવેદન પાઠવી રજુઆત

Editor By Editor 1 day ago
વિધાનસભાની તૈયારી! ભાજપનું વન-ડે વન એસેમ્બલી અભિયાન શરૂ
દીવમાં SIR સંદર્ભે બે દિવસના કેમ્પનું આયોજન
ખોડલધામ ટ્રસ્ટના ભોજલરામ ઉત્કર્ષ ભવન દ્વારા રવિવારે નિઃશુલ્ક ‘સર્વ રોગ નિદાન કેમ્પ’
હવે દાગીના નહીં, રોકડ માટે વેચાઈ રહ્યું છે ઘરનું સોનું
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?