લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની 42મી ઇન્સ્ટોલેશન સેરેમનીની ભવ્ય ઉજવણી
ડૉ. આત્મન કથીરિયા એ પ્રમુખ તરીકે અને તેમની ટીમે પદભાર સંભાળ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉન (ડિસ્ટ્રિક્ટ 3232 J) દ્વારા 42માં ઇન્સ્ટોલેશન સેરેમનીનું ભવ્ય આયોજન રાજકોટ સ્થિત હોટેલ ધ ફર્ન રેસિડન્સીમાં આનંદ અને ઉલ્લાસથી યોજાયું હતું. કાર્યક્રમની શરૂઆત લાયન ડો.જતિન પટેલ દ્વારા “મીટિંગ કોલ ટુ ઓર્ડર” સાથે કરવામાં આવી હતી.
વર્ષ 2025-26ના પ્રમુખ લાયન ડો.જતિન પટેલે પોતાના કાર્યકાળ દરમિયાન ક્લબ દ્વારા હાથ ધરાયેલ વિવિધ સેવાકીય કાર્યો, આરોગ્ય કેમ્પ, સમાજકલ્યાણ પ્રવૃત્તિઓ અને માનવ સેવા કાર્યક્રમોની વિસ્તૃત માહિતી આપી હતી. ક્લબના સચિવ લાયન નીલ દોશીએ વાર્ષિક અહેવાલ રજૂ કર્યો હતો. કાર્યક્રમ દરમિયાન લાયન્સ ડિસ્ટ્રીકટ 3232-J ના વિવિધ એવોર્ડ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
ઇન્સ્ટોલિંગ ઓફિસર તરીકે ઉપસ્થિત રહેલા સેકેન્ડ વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નર લાયન જયકિશન દેવાણીએ વર્ષ 2026-27ની લાયન ડૉ. આત્મન કથીરિયાની નવી ટીમને વિશિષ્ટ શૈલીથી શપથ લેવડાવી સત્તાવાર રીતે હોદ્દાનું મહત્વ સમજાવી પદભાર ગ્રહણ કરાવ્યો હતો.
વર્ષ 2026-27 માટે લાયન્સ ક્લબ રાજકોટ મિડટાઉનની નવી ટીમમાં પ્રેસીડેન્ટ ડૉ. આત્મન કથીરિયા, ઇમિડીયેટ પાસ્ટ પ્રેસીડેન્ટ લાયન ડૉ. જતિન પટેલ, ફર્સ્ટ વી.પી. લાયન હિરેન રોકડ, સેકન્ડ વી.પી. લાયન નિરવ મણિયાર, માનદ સેક્રેટરી લાયન રાજેન્દ્ર રાવલ, જોઇન્ટ સેક્રેટરી લાયન નીલ દોશી, ખજાનચી લાયન એડવોકેટ ગૌતમ પરમાર, ટેમર લાયન મનીષ વખારિયા, ટેલ ટ્વિસ્ટર લાયન રાજેશ કાપડિયા, પી.આર.ઓ. લાયન ભૃગુ મહેતા, GAT લાયન જિજ્ઞેશ ભટ્ટ, GLT લાયન અરુણ રોકડ, GMT લાયન જિજ્ઞેશ સંઘવી તથા LCIF પીડીજી લાયન રમેશભાઈ ઘેટિયા, મેમ્બરશીપ કમિટીમાં લાયન અશોક પટેલ, લાયન જે.કે. પટેલ અને લાયન જાદવ અકબરી, સાઇટ ફર્સ્ટ કમિટીમાં લાયન ડૉ. કમલેશ કાલરિયા, લાયન ડૉ. બકુલ વ્યાસ અને લાયન ડૉ. જતિન પટેલ, મેડિકલ કેમ્પ કમિટીમાં લાયન ડૉ. મિલન રોકડ, લાયન ડૉ. નિલય પબાણી અને લાયન ડૉ. કૃણાલ પટેલ, કલ્ચરલ કમિટીમાં લાયન મીનલ મહેતા, લાયન આરસી ધામી, લાયન કલ્યાણી મણિયાર અને લાયન ચેતના ભટ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે. બોર્ડ ઓફ ડિરેક્ટર્સમાં લાયન કિશોર ગઢિયા, લાયન કૃણાલ ધામી, લાયન હિરેન દોશી, લાયન રાહુલ પોપટ, લાયન ડૉ. હાર્દ વસાવડા, લાયન નરેન્દ્ર ઘેટિયા તથા લાયન નિતુલ પટેલ, ફંડ રેઇઝિંગ માટે લાયન પરેશ દોશીએ શપથ લઈ પદભાર સાંભળ્યો હતો.
આ પ્રસંગે દિવંગત લાયન ડો.હેમેન્દ્ર મહેતા, લાયન સચીન મણિયાર અને પીડીજી લાયન વિનોદ દત્તાણીને પણ ભાવાંજલી આપવામાં આવી હતી. કાર્યક્રમનું સંચાલન ક્લબના લાયન જીજ્ઞેશભાઈ શાહ દ્વારા કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમમાં ભારત સરકારના પૂર્વ મંત્રી ડો.વલ્લભભાઈ કથીરિયા, પીડીજી લાયન્સ સુરેશ સંઘવી, રમેશ ઘેટીયા, ચંદ્રકાંત દફતરી, હિતેષ ગણાત્રા, ભરત દેસાઇ, રીજીયન ચેરમેન સમીટ ખેરા, ઝોન ચેરમેન કણડીયા, રાજકોટ નાગરિક સહકારી બેન્કના ચેરમેન દિનેશભાઈ પાઠક, લઘુ ઉદ્યોગભારતીના અગ્રણી હંસરાજભાઈ ગજેરા, રમેશભાઈ વોરા, કાન્તાબેન કથીરિયા, જ્યોતિબેન દેસાઇ, રેશ્માબેન સોલંકી તેમજ અગ્રણી ઉદ્યોગપતિઓ, સામાજિક આગેવાનો, લાયન્સ પરિવારના સભ્યો તથા વિવિધ ક્ષેત્રના ગણમાન્ય મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.


