સાહિત્ય સેતુ આયોજિત પુસ્તક પરબનો ૫૮મો મણકો સંપન્ન
અગ્ર ગુજરાત, રાજકોટ
દીકરાનું ઘર વૃદ્ધાશ્રમ પ્રેરિત સાહિત્યિક પ્રવૃતિ કરતી સંસ્થા સાહિત્ય સેતુ રાજકોટ દ્વારા વાંચન જાગૃતિ અભિયાન અંતર્ગત વાંચન પ્રવૃતિને વેગ મળે,શહેરીજનો વાંચતા થાય તે માટે ૨ જી ઓક્ટોબર ૨૦૨૧ ગાંધી જયંતિના પવિત્ર દિવસે શરૂ કરવામાં આવેલ સાહિત્યપ્રેમી રસિકભાઇ મહેતા પુસ્તક પરબનો પરબનો ૫૮ મો મણકો તારીખ 5 જુલાઈ રવિવારના રોજ કાલાવડ રોડ પર આવેલ કોટેચા ગર્લ્સ સ્કૂલમાં વાંચકો,ભાવકો,સર્જકો તેમજ પ્રબુધ્ધ નાગરિકોના બહોળા સમુદાયની ઉપસ્થિતિમાં ખુબજ ઉમળકાભેર સંપન્ન થયો હતો
પુસ્તક પરબના ૫૮ મા મણકામાં ફૂલછાબના તંત્રી જ્વલંત છાયા, પત્રકાર અનિલ દાસાણી, પરેશભાઈ દવે, કવિ મહેન્દ્ર જોશી, હર્ષદ દવે, નરેશ સોલંકી, ધર્મેન્દ્રસિંહ રાઠોડ ડો.વિસાવાડિયા, કવયિત્રી વીણાબેન વેકરીયા, નરેન્દ્રભાઈ આશર, રમેશભાઈ ઠક્કર, ભારવીના પરાગભાઇ ત્રિવેદી, મહમદ હુસૈન કડીવાર સહિતના સ્વજનો પુસ્તક પરબની મુલાકાતે પધારેલ અને પ્રવૃતિને બિરદાવેલ હતી
સમગ્ર પુસ્તક પરબના આયોજનની સફળતા માટે સંસ્થાના અનુપમ દોશી, જનાર્દન આચાર્ય,સુધીર દત્તા, પંકજ રૂપારેલિયા, રમેશ શિશાંગીયા, દક્ષિણભાઈ જોશી, મહેશભાઈ વ્યાસ, હિરેન ભાઈ મહેતા, પરિમલભાઇ જોશી, જીતુભાઈ હરખાણી, કે.જે.માવાણી સહિતના કાર્યકર્તાઓ કાર્યરત રહ્યા હતાં.


