રેલનગરમાં આવેલ ઓમ યોગ સેન્ટરનો 17 માં વર્ષમાં મંગલ પ્રવેશ
ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું
અગ્ર ગુજરાત, રાજકોટ
દિલાબા વિક્રમસિંહ સરવૈયા દ્વારા સંચાલિત ઓમ યોગા સેન્ટરે સફળતાપૂર્વક 16 વર્ષ પૂર્ણ કરીને 17મા વર્ષમાં મંગલ પ્રવેશ કર્યો છે. આ શુભ અવસર નિમિત્તે ગત 27th જુનના રોજ કર્ણાવતી ઇન્ટરનેશનલ સ્કૂલમાં ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં દાતાઓ, કર્મયોગી અને મોટીવેશન ગુરુ ડૉ. રાજીવ મિશ્રા, અર્પણા મિશ્રા તેમજ તમામસાધક-સાધિકાઓના અને 175 થી વધુ મહેમાનો હાજર રહ્યા હતા આ પ્રસંગે ભવ્ય અને સુંદર કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
ઓમ યોગા સેન્ટરમાં નિયમિત રીતે યોગ, પ્રાણાયામ, વિવિધ આસનો તેમજ અન્ય આરોગ્યવર્ધક પ્રવૃત્તિઓ કરાવવામાં આવે છે. જેના કારણે અનેક લોકોના શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યમાં લાભ થયો છે.
આ સફળતા માટે દિલાબા વિક્રમસિંહ સરવૈયા તથા સમગ્ર ઓમ યોગા સેન્ટરની ટીમને હાર્દિક અભિનંદન અને ઉજ્જ્વળ ભવિષ્ય માટે ઉપસ્થિત લોકોએ તેમજ સ્નેહીજનોએ શુભકામનાઓ. પાઠવી હતી કાર્યક્રમનું સુંદર સંચાલન ધ્વનિ સાંગાણીએ કર્યું હતું.


