શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે રક્તદાન કેમ્પો યોજાયા
ભાજપ યુવા મોરચા તથા રોટરી ક્લબ ઓફ તેમજ ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા ની રાજકોટ બ્રાન્ચ દ્વારા યોજાયેલા કેમ્પોમાં 198 બોટલ રક્ત એકત્ર
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટમાં 3 અલગ-અલગ સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ મહાનગર ભાજપ યુવા મોરચા તથા રોટરી ક્લબ ઓફ રાજકોટ તેમજ ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયાની રાજકોટ બ્રાન્ચ દ્વારા યોજાયેલા કેમ્પોમાં 198 બોટલ રક્ત એકત્ર કરાયું હતું.
રાજકોટ મહાનગર ભાજપ યુવા મોરચા દ્વારા યોજાયેલ કેમ્પમાં 112 લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી જેમાં રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ને 64 બ્લડની બોટલ્સ તેમજ 48 બ્લડની બોટલ્સ AIIMS રાજકોટને અર્પણ કરવામાં આવેલ હતી.
ધ ઇન્સ્ટિટયૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા (ICAI) ની રાજકોટ બ્રાન્ચ દ્વારા યોજાયેલ કેમ્પમાં રાજકોટ બ્રાન્ચના CA મૌલિક બગડાઈ (ચેરમેન), CA જયેશ ધાણેજા (સેક્રેટરી) તેમજ રાજકોટ ICAI ની ટીમની મહેનતથી 62 બ્લડની બોટલ્સ એકત્ર કરાઈ હતી જે તમામ રક્તની બોટલ રાજકોટ સિવિલ બ્લડ બેન્કને અર્પણ કરાઈ હતી.
તેમજ રોટરી ક્લબ ઓફ રાજકોટ દ્વારા યોજાયેલા રકતદાન કેમ્પમાં રોટરી ક્લબ ઓફ રાજકોટના પ્રેસિડેન્ટ જયંતભાઈ અગ્રવાલ, સેક્રેટરી મિતેશભાઇ મહેતા, પ્રોજેક્ટ ચેરમેન બ્રિજેશભાઈ સગપરીયા તેમજ રોટરી ક્લબ ઓફ રાજકોટની ટીમ દ્વારા 24 બ્લડની બોટલ્સ રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ને અર્પણ કરવામાં આવેલ હતી.
સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટમાં 3 અલગ-અલગ સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં કુલ-198 બોટલ રક્ત એકત્ર કરી રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ને 150 બ્લડની બોટલ્સ તેમજ AIIMS રાજકોટને 48 બ્લડની બોટલ્સ અર્પણ કરવામાં આવેલ હતી.
સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સહયોગથી રાજકોટમાં 3 અલગ-અલગ સંસ્થાઓ દ્વારા યોજાયેલા રક્તદાન કેમ્પમાં રાજકોટ પી.ડી .યુ મેડિકલ કોલેજના પેથોલોજી ડોક્ટર્સ ની ટીમ તેમજ ટેક્નિશિયન મિત્રોની ટીમ તેમજ AIIMS ના ડોક્ટર્સની ટીમે ખુબ સરાહનીય કામગીરી કરી રક્તદાતાઓનું રકત એકત્ર કર્યું હતું.
શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના વિનય જસાણીએ તમામ સંસ્થાઓ તથા સિવિલ હોસ્પિટલ તેમજ AIIMS રાજકોટ ના લાભાર્થે યોજાયેલ રક્તદાન કેમ્પમાં જરૂરિયાતમંદ દર્દીનારાયણની સેવામાં રક્તદાન કરનાર તમામ રક્તદાતાઓનો આભાર માન્યો હતો.


