હસ્તગીરી (જાળીયા) માં ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમોનો જીર્ણોદ્ધાર
સમસ્ત મહાજન મુંબઈના મેનેજીંગ ટ્રસ્ટી ગીરીશભાઈ શાહના આર્થિક સહયોગ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં જળસંગ્રહ ક્ષમતા વધારવા અને ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી મળી રહે તેવા ઉમદા હેતુ સાથે પાલીતાણા જીલ્લાનું હસ્તગીરી (જાડિયા) ગામે ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચાર(૪) મોટા ચેકડેમ નિર્માણનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ સમગ્ર કામગીરી સમસ્ત મહાજન, મુંબઈના મેનેજીંગ ટ્રસ્ટી શ્રી ગીરીશભાઈ શાહના આર્થિક સહયોગથી કરવામાં આવી રહી છે.
વરસાદી પાણીના ટીપે-ટીપાનો સંગ્રહ કરવાના સંકલ્પ સાથે, ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા આ વિસ્તારમાં જળ સંવર્ધનના વિવિધ કાર્યો કરવામાં આવી રહ્યા છે. “ગામનું પાણી ગામમાં અને ખેતરનું પાણી ખેતરમાં” તેવા મંત્રને સાર્થક કરતા આ ચેકડેમના કારણે માત્ર હસ્તગીરી જ નહીં પરંતુ આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભૂગર્ભ જળસ્તરમાં નોંધપાત્ર વધારો થવાની આશા સેવાઈ રહી છે.
ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ચેકડેમ રિપેરિંગ, ઊંડા, ઊંચા અને નવા બનાવેલ છે. જેનાથી વરસાદી પાણી વિશાળ જથ્થામાં રોકાયેલ અને જમીનમાં અંદર પાણીના તળ ખુબ ઊંચા આવેલ છે. ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા ૧,૧૧,૧૧૧ સ્ટ્રક્ચર તૈયાર કરવાનો નો સંકલ્પ કરવામાં આવ્યો.તેમાંથી ૨૦,૦૦૦+ સ્ટ્રકચર તૈયાર થઈ ચૂકેલ છે. આ રીતે દરેક પ્રસંગો કે સારા કાર્યોની શરૂઆત વરસાદી પાણીનું યોગ્ય જતન કરવાથી થાઈ તો પાણી પ્રશ્ન ખુબ સરળતાથી હલ થઈ જાઈ.
સ્થાનિક ગ્રામજનોએ પણ આ કાર્યને આવકારી શ્રી ગીરીશભાઈ શાહ અને ગીરગંગા પરિવાર ટ્રસ્ટના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ચેકડેમ નિર્માણથી ખેતીની સિંચાઈની સમસ્યા હળવી થશે અને પશુધનને પણ પીવાના પાણીની સુવિધા પ્રાપ્ત થશે, જે ગ્રામીણ સમૃદ્ધિ માટે એક મહત્વનું કદમ છે. આ સેવાકીય પ્રકલ્પને સફળ બનાવવા માટે ટ્રસ્ટની ટીમ અને ગ્રામજનો ખભેખભા મિલાવીને કામ કરી રહ્યા છે.


