મહીકા શાળામાં દાતાઓનાં સહયોગથી ર૩૩ જેટલા બાળકોને શૈક્ષણિક કિટ વિતરણ
૧૧૦૦ ચોપડા, ૩પ૦ પેન્સિલ, ર૩૦ રબ્બર, ૪પ૦ બોલપેન વિતરણ કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
મહીકા શાળામાં દાતાઓનાં સહયોગથી ર૩૩ જેટલા બાળકોને ચોપડા, નોટબુક, પેન્સીલ, બોલપેન, રબર અને સ્ટીકર સીટ વગેરેની કીટ નું નિશુલ્ક વિતરણ કરવામાં આવેલ. જેમાં ૧૧૦૦ ચોપડા નું વિતરણ, ૩પ૦ પેન્સિલ, ર૩૦ રબ્બર, ૪પ૦ બોલપેન વિતરણ કરવામાં આવેલ.
આ સેવાકાર્યમાં દાતાઓ અર્હમ યુવા ગ્રુપધ્વરા રાહત ભાવે ચોપડા નો સહયોગ, સ્વ. કોકિલાબેન મહેતા ના સ્મરણાર્થે હસ્તે આશાબેન પારેખ તથા વીણાબેન બક્ષી પ્રેરણાથી યોગેશભાઈ મહેતા, રાજેશભાઈ પારેખ હસ્તે પ્રકાશભાઈ મોદી, સચીનભાઈ બાવીસી હસ્તે નિરવભાઈ સંઘવી, વાંકાનેર માં બિરાજતા શાહ પરિવારનાં કુળદેવી માતાનું ફંડ, નિમેષભાઈ શાહ ધીરજલાલ શાંહ વગેરેનો સહકાર મળેલ હતો.
કાર્યકતા મિત્રોએ નિરવભાઈ સંઘવી, નિમેષભાઈ (૯૪૨૮૨૬૮૩૬૦) શાહ, રાજુભાઈ દુદકીયા, મુકેશભાઈ વાઘેલા, પ્રકાશભાઈ મોદી વગેરે એ જહેમત ઉઠાવેલ હતી.


