- કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ જગદીશ ઠાકોરે ચુંટણી લડવાનો કર્યો ઈનકાર
- ઉત્તર ગુજરાતમાં પાટણ બેઠક પરથી ચૂંટણી લડાવવાની તૈયારીમાં હતું કોગ્રેસ
- જગદીશ ઠાકોરે નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ કાઢયું આગળ
ગુજરાત કોંગ્રેસ રોજ તૂટી રહી હોય તેવા સમાચારો રોજ સામે આવી રહ્યા છે. તે વચ્ચે વધુ એક ચોંકાવનારી માહિતી સામે આવી છે.કોગ્રેસની પાટણ બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાની તૈયારીઓ કરી રહેલા જગદીશ ઠાકોરે રહસ્યમય રીતે ચૂંટણી લડવાની ના પાડી દેતા સૌ ચોંકી ઉઠયા છે. તેમની જગ્યાએ ઠાકોર સમાજના અન્ય અગ્રણીને જ મોકો મળે તેવી શક્યતાઓ હાલ સેવાઇ રહી છે. ગુજરાત કોંગ્રેસના જૂના નેતા જગદીશ ઠાકોર પાટણ લોકસભા બેઠક પરથી પાર્ટી પોતાને ઉમેદવાર જાહેર કરશે તેવી આશાએ તૈયારીઓ કરી રહ્યા હતા. તેવામાં અચાનક તેમણે ચૂંટણી લડવાની ના પાડી દેતા રાજકીય મોરચે અનેક તર્ક-વિતર્ક સર્જાયા છે. જો કે, કયા કારણોસર જગદીશ ઠાકોરે ચૂંટણી લડવાની ના પાડી તે માટેની કોઇ સ્પષ્ટતા હાલ તબક્કે સામે આવી નથી.
બદલાયા રાજકીય સમીકરણો
તો બીજી બાજુ સમાજના અગ્રણી ચંદનજી ઠાકોરે પાટણ લોકસભા બેઠક પરથી ચૂંટણી લડવાની તૈયારીઓ આરંભી હોવાનું રાજકીય સૂત્રો જણાવી રહ્યા છે. કોંગ્રેસ દ્વારા પાટણ લોકસભા બેઠક પરથી ચંદનજી ઠાકોરની પસંદગી કરવામાં આવે તેવી રાજકીય મોરચે પ્રબળ ચર્ચા છે. ચંદનજી ઠાકોર સિદ્ધપુરથી ધારાસભ્ય રહી ચુક્યા છે. સાથે જ ભરતસિંહ ડાભી પણ લોકસભાની ટિકીટની રેસમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. એક સમયે જગદીશ ઠાકોરના ગઢ ગણાતા વિસ્તારમાં સમયજતા રાજકીય સમીકરણો બદલાયા છે. અને હવે તેમની જગ્યાએ લોકસભાની ટિકીટ મેળવવા માટે અન્ય નામો રેસમાં આગળ હોય તેવી સ્થિતી સર્જાઇ છે.જગદીશ ઠાકોર ઠાકોર સમુદાયના દિગ્ગજ નેતા અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અને સિનીયર આગેવાન છે. જગદીશ ઠાકોર આક્રમક નેતા તરીકે ઓળખાય છે.
હાઇકમાન્ડનો નિર્ણય શિરોમાન્ય
આ બાબતે કોંગ્રેસના ઉમેદવાર ગણાતા ચંદનજી ઠાકોરે કહ્યું કે, હાઇકમાન્ડનો નિર્ણય મારા માટે શિરોમાન્ય રહેશે. મને ચૂંટણી લડવાનું કહેશે કે તો હું લડીશ. તે અમારા સમાજના અગ્રણી નેતા છે.તેમનો કોંગ્રેસ સાથે મતભેદ નથી. અન્ય બેઠકો કઇ રીતે જીતવી તે માટે પણ તેઓ પ્રયાસ કરે છે. ઉત્તર ગુજરાતમાં તેમણે જે વાવેતર કરેલું છે અને સર્વ સમાજમા નામના કરેલી છે જેથી તે પ્રચાર પ્રસારમાં આવશે તેવો મને ભરોસો છે. એમણે પહેલેથી જ મન મનાવી લીધું છે કે હાઇકમાન્ડ જે ઉમેદવારો મુકશે તેમને જીતાડવાના છે.


