- FIR નોંધાયા બાદ પણ આરોપીની ધરપકડ કેમ કરવામાં ન આવી?: સુપ્રીમ કોર્ટ
- સુપ્રીમ કોર્ટે CBI તપાસના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો
- શાહજહાં શેખની કસ્ટડી CBIઈને સોંપવાના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર
પશ્ચિમ બંગાળ સરકારની અરજી પર સુનાવણી કરતા કોર્ટે કહ્યું કે 7 ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધાયા બાદ પણ આરોપીની ધરપકડ કેમ કરવામાં ન આવી? આ પછી સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.
પશ્ચિમ બંગાળ સરકારને ત્યાંથી મોટો ઝટકો લાગ્યો
સંદેશખાલી કેસમાં સીબીઆઈ તપાસ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટ પહોંચેલી પશ્ચિમ બંગાળ સરકારને ત્યાંથી મોટો ઝટકો લાગ્યો છે. સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસ પર હાઈકોર્ટના આદેશને યથાવત રાખતા સરકારને પૂછ્યું કે તેણે 50 દિવસ સુધી ધરપકડની કાર્યવાહી કેમ ન કરી? જેના પર બંગાળ સરકારે કહ્યું કે આદેશમાં કોઈ સ્પષ્ટતા નથી કારણ કે કોર્ટે તપાસ પર રોક લગાવી દીધી છે.
શાહજહાં શેખની કસ્ટડી CBIને સોંપવાના આદેશ
કોર્ટે તપાસ સીબીઆઈને ટ્રાન્સફર કરવા અને શાહજહાં શેખની કસ્ટડી સીબીઆઈને સોંપવાના આદેશમાં દખલ કરવાનો ઈન્કાર કર્યો હતો. રાજ્ય સરકાર માટે એકમાત્ર રાહત એ છે કે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટના આદેશમાં રાજ્ય પોલીસ અને સરકાર સામે કરેલા અવલોકનો કાઢી નાખવા સંમતિ આપી છે.
રાજ્ય સરકારની દલીલ
જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સંદીપ મહેતાની બેંચ સમક્ષ પશ્ચિમ બંગાળ સરકારે કહ્યું કે રાજ્ય સરકાર પર તપાસમાં વિલંબ કરવાનો આરોપ છે જ્યારે અમે ફરિયાદ દાખલ થયાના પહેલા જ દિવસથી તપાસ કરી રહ્યા છીએ. રાજ્ય સરકારે કહ્યું કે મીડિયાના દબાણને કારણે હાઈકોર્ટે નિર્ણય લીધો અને તપાસ પર રોક લગાવી અને તથ્યોની તપાસ ન કરી. સરકારે કહ્યું કે આરોપી શાહજહાં શેખની 29 ફેબ્રુઆરીએ ધરપકડ કરવામાં આવી હતી, ત્યારથી તપાસમાં ઝડપ આવી ગઈ છે.
ED અને CBI પર આરોપો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે જો જાન્યુઆરીમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી અને 7 ફેબ્રુઆરીએ એફઆઈઆર નોંધવામાં આવી હતી, તો 50 દિવસ સુધી તેની ધરપકડ ન કરીને રાજ્ય સરકારના ઈરાદા પર સવાલો ઉભા થયા છે. ED/CBI તરફથી હાજર રહેલા ASG SV રાજુએ કહ્યું કે આ પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન રાશન એટલે કે PDS સ્કેમ સંબંધિત કેસ છે. આમાં મંત્રી પણ આરોપી છે. જ્યારે EDની ટીમ તપાસ કરવા ગઈ ત્યારે તેના પર હુમલો થયો અને EDના ઘણા અધિકારીઓ ઘાયલ થયા. રાજુએ કહ્યું કે લગભગ બે મહિના સુધી તેની ધરપકડ કરવામાં આવી ન હતી કારણ કે સ્થાનિક વહીવટીતંત્ર અને નેતાઓ તેને સુરક્ષા આપતા હતા. બેન્ચે સિંઘવીની દલીલોને અવગણીને આદેશ લખવાનું શરૂ કર્યું. હાઈકોર્ટના આદેશમાં પોલીસ વિરુદ્ધ કરવામાં આવેલી કેટલીક ટિપ્પણીઓને કોર્ટે દૂર કરી હતી. આ પછી સુપ્રીમ કોર્ટે સીબીઆઈ તપાસના આદેશમાં હસ્તક્ષેપ કરવાનો ઈન્કાર કરી દીધો હતો.


