- આજથી રાજયમાં ગરમી વધવાની શકયતા
- સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું
- સવારે સામાન્ય ઠંડીનો ચમકારો, બપોરે ગરમીની અસર
રાજયમાં તાપમાનનો પારો ઉંચકાયો છે. જેમાં આજથી રાજયમાં ગરમી વધવાની શકયતા છે. સામાન્ય કરતાં 2 થી 3 ડિગ્રી તાપમાન વધ્યું છે. સવારે સામાન્ય ઠંડીનો ચમકારો, બપોરે ગરમીની અસર જોવા મળી છે. લઘુતમ તાપમાનમાં ઘટાડો થતાં ગરમી વધી છે. રાજ્યમાં શિયાળાની વિદાય અને ઉનાળાનો પ્રારંભ થયો છે.
હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી
હવામાન વિભાગે ઉનાળાના આગમનની જાહેરાત કરી છે. જેમાં રાજયમાં ઉનાળાની શરૂઆત સાથે મિશ્ર ઋતુની અસર દેખાઇ છે. તેમજ રાજ્યમાં ઉનાળો આકરો રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. આજથી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શકયતા છે. હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસની આગાહી કરતા ગરમીનો પારો સતત વધે તેવી શક્યતાઓ છે. હાલમાં અમદાવાદ સહિત ગુજરાતના મહાનગરોમાં મહતમ તાપમાનનો પારો 35 ડિગ્રી સેલ્સિયસથી વધુ છે. જેના સાથે જ અમદાવાદરમાં પવનની ગતિ સામાન્ય છે. તેને કારણે ગરમ પવન પણ ફૂંકાતા હોય તેવું અહેસાસ અમદાવાદવાસીઓને થશે.
રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી
લઘુત્તમ તાપમાન અને મહત્તમ તાપમાનમાં 15 ડિગ્રીનો તફાવત હોવાથી દિવસ દરમિયાન વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થઇ રહ્યો છે. હાલમાં ગુજરાત પર ઉત્તર અને ઉત્તર પશ્ચિમ દિશા તરફથી પવન ફૂંકાઈ રહ્યા છે, તેને કારણે રાત્રિ દરમિયાન પણ વધુ પ્રમાણમાં ગરમીનો અનુભવ થતો નથી તથા આગામી 24 કલાક દરમિયાન પવની ગતિ પણ 10થી 15 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રહેશે.


