- ઈન્ડિયન યુનિયન મુસ્લીમ મીગે CAA વિરુદ્ધ રીટ પિટીશનમાં વચગાળાની અરજી દાખલ કરી દીધી છે
- દલીલઃ CAA હેઠળ માત્ર અમુક ધર્મના લોકોને જ નાગરિકતા આપવામાં આવશે જે ગેરબંધારીય ગણાવી
- 31 ડિસેમ્બર,2014 પહેલાં ભારતમાં આવેલા 6 સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે
ઈન્ડિયન યુનિયન મુસ્લીમ લીગ (IUML) એ CAA વિરુદ્ધ તેની રિટ પિટિશનમાં વચગાળાની અરજી દાખલ કરી હતી, જેમાં IUMLએ દલીલ કરી હતી કે જ્યાં સુધી કાયદો સ્પષ્ટપણે મનસ્વી ન હોય ત્યાં સુધી કાયદાની બંધારણીયતા લાગુ થશે નહીં.
CAA કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં મુસ્લીમ લીગ દ્વારા અરજી દાખલ કરવામાં આવી
CAA કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજી ઈન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ દ્વારા દાખલ કરવામાં આવી છે, જેમાં કાયદા પર પ્રતિબંધની માંગ કરવામાં આવી છે. અરજીમાં દેશમાં નાગરિકતા સંશોધન અધિનિયમ 2019ની જોગવાઈઓને લાગુ કરવા પર પ્રતિબંધ લગાવવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે નાગરિકતા કાયદા હેઠળ માત્ર અમુક ધર્મના લોકોને જ નાગરિકતા આપવામાં આવશે, જે બંધારણની વિરુદ્ધ છે.
અરજીમાં આ દલીલ કરતાં મુસ્લિમ લીગે CAA કાયદાના અમલ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી.
કેન્દ્ર સરકારે સોમવારે જ CAA કાયદાને લાગુ કરવા માટે નોટિફિકેશન બહાર પાડ્યું છે. નોંધનીય છે કે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ (IUML)એ પણ CAAને પડકારતી રિટ પિટિશન દાખલ કરી હતી. IUML એ CAA વિરુદ્ધ તેની રિટ પિટિશનમાં વચગાળાની અરજી દાખલ કરી હતી, જેમાં IUMLએ દલીલ કરી હતી કે જ્યાં સુધી કાયદો સ્પષ્ટપણે મનસ્વી ન હોય ત્યાં સુધી કાયદાની બંધારણીયતા લાગુ થશે નહીં.
કેમ થઈ રહ્યો છે CAA કાયદાનો વિરોધ?
CAA કાયદા હેઠળ, ભારતના ત્રણ પાડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશથી ધાર્મિક અત્યાચારનો ભોગ બનીને ભારત આવતા બિન-મુસ્લિમોને ભારતીય નાગરિકતા આપવાની જોગવાઈ છે. આ કાયદા હેઠળ 31 ડિસેમ્બર 2014 પહેલા ભારતમાં આવેલા હિન્દુ, શીખ, બૌદ્ધ, પારસી, જૈન અને ખ્રિસ્તી સમુદાયના લોકોને ભારતીય નાગરિકતા આપવામાં આવશે. CAAમાં કોઈની નાગરિકતા છીનવી લેવાની જોગવાઈ છે. મુસ્લિમ સમુદાયના કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે કે આ કાયદો તેમની સાથે ભેદભાવ કરે છે, જે દેશના બંધારણનું ઉલ્લંઘન છે.
અમિત શાહે કહ્યું હતું કે CAA લાગુ કરતાં અમને કોઈ રોકી શકશે નહીં
CAA ડિસેમ્બર, 2019 માં સંસદમાં પસાર કરવામાં આવ્યું હતું. બાદમાં તેને રાષ્ટ્રપતિની મંજુરી પણ મળી ગઈ હતી પરંતુ ત્યારબાદ દેશના જુદા જુદા ભાગોમાં તેની સામે ભારે વિરોધ શરૂ થયો હતો. જો કે, આ કાયદો અત્યાર સુધી લાગુ થઈ શક્યો નથી કારણ કે તેના અમલીકરણ માટેના નિયમો હજુ સુધી સૂચિત કરવાના બાકી હતા, જ્યારે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 27 ડિસેમ્બર, 2023 ના રોજ કહ્યું હતું કે CAAને લાગુ થવાથી કોઈ રોકી શકાશે નહીં.


