- બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરમાં બસને હાઈ-જેક કરવામાં આવચા ચકચાર
- પોલીસ અને અન્ય કમાન્ડોએ ઘટનાસ્થળે પહોંચી મોરચો સંભાળ્યા બાદ મામલો થાળે પડયો
- સમગ્ર ઘટનામાં બે લોકોને ગોળી વાગી, બંદૂકધારી શખ્સનું આત્મસમર્પણ કરાયું
બ્રાઝિલના રિયો ડી જાનેરો શહેરનાં મુખ્ય બસ સ્ટેશન પર બે લોકોને ગોળી મારીને ઘાયલ કરનાર અને 17 મુસાફરોને બંધક બનાવનાર બંદૂકધારીએ આત્મસમર્પણ કર્યું હતું. જો કે બાદમાં વાટાઘાટો બાદ તેના અપહરણકારોને મુક્ત કર્યા હતા. એમ બ્રાઝિલની પોલીસે જણાવ્યું હતું. લશ્કરી પોલીસના કર્નલ માર્કો એન્ડ્રેડે કહ્યું, “બંધકે આત્મસમર્પણ કર્યું. તેની ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ તમામ બંધકોને મુક્ત કરવામાં આવ્યા હતો. તેઓ બધાં સુરક્ષિત છે.” અગાઉ, પોલીસે જણાવ્યું હતું કે ચુનંદા સ્પેશિયલ ઓપરેશન્સ બટાલિયન (BOPE) યુનિટના એજન્ટો “નોવો રિયો બસ સ્ટેશન પર” એક વ્યક્તિએ બે લોકોને ગોળી ચલાવી હતી અને બસમાં બંધક બનાવ્યા પછી “સાઇટ પર વાટાઘાટો કરી રહ્યા હતા.”
આ સમગ્ર ઘટનામાં કુલ 17 લોકોની અટકાયત કરવામાં આવી હતી. જેમાં બાળકો અને વૃદ્ધ લોકોનો સમાવેશ થાય છે, એન્ડ્રેડે સ્ટેશનની બહાર પત્રકારોને જણાવ્યું હતું. તેમણે કહ્યું કે એક વ્યક્તિને ત્રણ ગોળી વાગી હતી, જ્યારે બીજાને સામાન્ય ઈજા થઈ હતી.
પોલીસે બંદૂકધારી વ્યક્તિની ઓળખ કે તેનો ઈરાદો જાહેર કર્યો નથી. મળતી માહિતી અનુસાર પ્રસારિત કરવામાં આવેલા ફોટા રિયોના મધ્યમાં સ્ટેશન પર અરાજકતા દર્શાવે છે, જ્યાં બસો બ્રાઝિલના તમામ પ્રદેશો માટે રવાના થાય છે. તેમડ આ વિસ્તાની આસપાસ પોલીસ તૈનાત છે. “એક વ્યક્તિએ બંદૂક કાઢી, ગોળીબાર શરૂ કર્યો અને બસમાં પ્રવેશ કર્યો હતો. આ બસમાં દરેક લોકોમાં ભય છવાયો હતો. અમને ખબર નથી કે શું થશે,”
વર્ષ-2000માં રિયોના રહેણાક વિસ્તારમાં બસમાં બંધકની સ્થિતિમાં બે લોકોનાં મોત થયા હતા. આ ઘટનાએ સમગ્ર રાષ્ટ્રનું ધ્યાન ખેંચ્યું હતું. કારણ કે તેનું કલાકો સુધી ટેલિવિઝન પર જીવંત પ્રસારણ થયું અને 2008ની ફિલ્મ “લાસ્ટ સ્ટોપ 174” પ્રેરિત થઈ. 2019માં, રિયોમાં નકલી બંદૂકથી સજ્જ એક હાઇજેકરને પોલીસ દ્વારા ઠાર કરવામાં આવ્યો હતો કારણ કે તેણે શહેરને નિટેરોઇ સાથે જોડતા મુખ્ય પુલ પર મુસાફરોથી ભરેલી બસને કેટલાક કલાકો સુધી બંધક બનાવી હતી. બ્રાઝિલનું સૌથી પ્રતિષ્ઠિત શહેર, રિયો ડી જાનેરો લાંબા સમયથી ગરીબી અને અસમાનતા સાથે જોડાયેલા ઉચ્ચ ગુનાખોરીથી ઘેરાયેલું છે.


