- કૌભાંડ સામે આવતા ભાજપની કાર્યવાહી
- વજીબેન ગોલતર, દેવુંબેન જાદવ સસ્પેન્ડ
- 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા
રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સસ્પેન્ડ થયા છે. જેમાં કૌભાંડ સામે આવતા ભાજપે કાર્યવાહી કરી છે. તેમાં વજીબેન ગોલતર, દેવુંબેન જાદવ સસ્પેન્ડ થયા છે. ત્યારે 6 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરાયા છે.
પ્રદ્યુમન પાર્ક નજીક 100 ઓરડીઓ બનાવી દીધી
રાજકોટમાં કૌભાંડી નગરસેવકનું વધુ એક કારસ્તાન સામે આવતા કૌભાંડી કોર્પોરેટર સસ્પેન્ડ થયા છે. જેમાં ગેરકાયદેસર ઓરડીઓ-મકાન બનાવી ભાડે આપી દીધા હતા. પ્રદ્યુમન પાર્ક નજીક 100 ઓરડીઓ બનાવી દીધી હતી. જેમાં સરકારી જમીન પચાવી કવાભાઈ ધનપતિ બની ગયા હતા. કવાભાઇ ભાજપના નગરસેવક વજીબેનના પતિ છે. તેમાં પોલીસ વેરિફિકેશન વગર ઓરડીઓ ભાડે આપી દીધી હતી. અનેક ઓરડીઓ બારોબાર વેચી પણ નાખી હોવાની આશંકા છે. પહેલા જમીન પર ઢોર બાંધી કબ્જો કર્યા બાદ ઓરડીઓ બનાવી હતી.
ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાનો ધંધો
પ્રદ્યુમન પાર્ક પાસે ગેરકાયદેસર ઓરડીઓ અને મકાનો બનાવી ભાડે આપવાનો ધંધો ખોલી નાખ્યો હતો. ભાજપના નગરસેવક વજીબેનના ઘરવાળાને તંત્રનું મુક સમર્થન હતુ. જેમાં મામલો સામે આવતા હવે રાજકોટમાં કૌભાંડી કોર્પોરેટર સસ્પેન્ડ થયા છે.


