- રાજયમાં મહતમ તાપમાનમાં થયો વધારો
- મોટા ભાગના શહેરોનું તાપમાન 34 ડિગ્રીને પાર
- 5 શહેરોમાં તાપમાન 35 ડિગ્રીથી વધુ નોંધાયું
ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે,ગરમીની પણ શરૂઆત થઈ ગઈ છે,શહેરીજનોને બપોરે ગરમી તો સવારના સમયે ગુલાબી ઠંડીનો અહેસાસ થાય છે,હવામાન વિભાગની આગાહી મુજબ આજે અમદાવાદમાં તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોચી શકે છે,ગુજરાતના 13 શહેરોમાં તાપમાન 34 ડિગ્રીને પાર પહોચ્યું છે.ધીરે ધીરે ઠંડી વિદાય લઈ રહી છે.
ગુજરાતના શહેરોમાં કેવું રહ્યું તાપમાન
રાજકોટ અને સુરેન્દ્રનગરમાં સૌથી વધુ 35.7 ડિગ્રી તાપમાન નોંધાયુ,અમદાવાદમાં મહત્તમ તાપમાન 34.6 ડિગ્રી,ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 34.3 ડિગ્રી,ડીસામાં મહત્તમ તાપમાન 35.1 ડિગ્રી,વડોદરામાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી,અમરેલીમાં મહત્તમ તાપમાન 35.5 ડિગ્રી,ભાવનગરમાં મહત્તમ તાપમાન 33.2 ડિગ્રી,રાજકોટમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી,સુરેન્દ્રનગરમાં મહત્તમ તાપમાન 35.7 ડિગ્રી,ભુજમા મહત્તમ તાપમાન 35.2 ડિગ્રી,નલિયામાં મહત્તમ તાપમાન 34.2 ડિગ્રી,કંડલામા મહત્તમ તાપમાન 34.7 ડિગ્રી નોંધાયું છે.
રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ
જોકે, હજુ પણ રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ યથાવત છે, જેમાં સવારે વાતાવરણ એકદમ ઠંડુ જોવા મળે છે તો બપોરના સમયે ઉનાળા જેવો આકરો તાપ લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. જેને લઈ હવામાન વિભાગ દ્વારા એવી જાણકારી આપવામાં આવી છે કે આગામી થોડા દિવસ આ રીતની બેવડી ઋતુનો અહેસાસ થઈ શકે છે. રાજ્યમાં પવનની દિશા ઉત્તર પશ્ચિમથી ઉત્તરની હોવાથી તાપમાન હાલ ઊંચકાયું છે. જેના કારણે લઘુત્તમ અને મહત્તમ તાપમાનમાં વધારો નોંધાયો છે.


