- 16 થી 24 માર્ચ દરમિયાન ગુવહાટી ખાતે નેશનલ ગેમ્સ યોજાશે
- સ્પર્ધાનું આયોજન આણંદ ખાતે આવેલ એચ.એમ.પટેલ બેડમિન્ટલ હોલ ખાતે યોજાયું
- સ્પેશ્યલ ઓલમ્પિકની આ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહ્યો
સ્પેશિયલ ઓલમ્પિક ગુજરાત આણંદ દ્વારા જિલ્લા જી.એન.ડી.જિજ્ઞેશ ઠક્કર અને સ્પોર્ટ્સ ડારેક્ટર ડૉ. ભરત પટેલના માર્ગદર્શન હેઠળ ગુરૂકૃપા સ્પેશ્યલ સ્કુલ અને સી.વી.એમ.યુનિ.ના સંયુક્ત ઉપક્રમે રાજ્ય કક્ષાની બેડમિન્ટન અને ટેબલ ટેનીસ સ્પર્ધાનું આયોજન આણંદ ખાતે આવેલ એચ.એમ.પટેલ બેડમિન્ટલ હોલ ખાતે યોજાયું હતું.
સ્પર્ધામાં ગુજરાતના 33 જિલ્લાઓમાંથી 50 જેટલા 16 થી 21 વર્ષના મનોદિવ્યાંગ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાં કપડવંજનો મનન પટેલ ખુબ જ ઉમદા દેખાવ કરતા સ્પેશ્યલ ઓલમ્પિકની આ બેડમિન્ટન સ્પર્ધામાં પ્રથમ ક્રમાંકે રહ્યો હતો.
નોંધનીય છે કે મનન પટેલ હાલ કપડવંજ કેળવણી મંડળ સ્થિત બેડમિન્ટન હોલ ખાતે બેડમિન્ટન કોચ અને કોલેજના ફીજીકલ ડાયરેક્ટર ડો.જગજીતસિંહ ચૌહાઅ પાસે સતત આઠ વર્ષથી તાલીમ મેળવી રહ્યો છે. અગાઉ પણ મનન ખેલ મહાકુંભ-2016માં રાજ્ય કક્ષાએ વિજેતા થયો હતો. તેમજ સ્પેશ્યલ ઓલમ્પિક વર્લ્ડ સમર ગેમ્સ માટે સંભવિત ખેલાડીઓના લીસ્ટમાં પસંદગી પામી ઝારખંડના બોકારો ખાતે નેશનલ પ્રીપરેટરી કેમ્પ માટે ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કર્યું હતું.આગામી 16 થી 24 માર્ચ દરમ્યાન આસામના ગુવહાટી ખાતે યોજાનાર નેશનલ ગેમ્સમાં મનન ગુજરાત ટીમનું પ્રતિનિધિત્વ કરશે.


