ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે.
ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.
4 જુનના રોજ પરિણામ આવશે
- તબક્કો 1: 19 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 2: 26 એપ્રિલ 2024 મતદાન
- તબક્કો 3: 7 મે 2024 મતદાન
- તબક્કો 4: 13 મે 2024 મતદાન
- તબક્કો 5: 20 મે 2024 મતદાન
- તબક્કો 6: 25 મે 2024 મતદાન
- તબક્કો 7: 1 જૂન 2024 મતદાનપ્રથમ તબક્કામાં 19 એપ્રિલે 102 બેઠકો પર મતદાન થશે
પ્રથમ તબક્કાનું મતદાન 19 એપ્રિલે થશે. આ સમયગાળા દરમિયાન 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. પ્રથમ તબક્કામાં લોકસભાની કુલ 102 બેઠકો પર મતદાન થશે.26 એપ્રિલે બીજો તબકો, 89 બેઠકો પર મતદાન
બીજો તબક્કાનું મતદાન 26 એપ્રિલે થશે. બીજા તબક્કામાં દેશોના 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દેશની 89 બેઠકો પર ચૂંટણી થશે. જેમા પરિણામ 4 જૂન આવશે.ચૂંટણી પંચે આજે લોકસભાની ચૂંટણીને લઈને પ્રેસ કોન્ફરન્સ કરી હતી.જેમાં 2024 લોકસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું કે 17મી લોકસભાનો કાર્યકાળ 16 જૂન, 2024ના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. 97 કરોડ નોંધાયેલા મતદારો છે. 10.5 લાખ મતદાન મથકો છે. તેમણે કહ્યું કે તેઓ બે વર્ષથી ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે. સાત તબક્કામા ચૂંટણી યોજાશે.ગુજરાતમાં લોકસભા ચૂંટણીની તારીખનું એલાન થયું છે. રાજ્યની બધી 26 બેઠકો માટે એક જ તબક્કામાં 7 મેના દિવસે મતદાન યોજાશે. કેન્દ્રીય ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીનો જે કાર્યક્રમ જાહેર કર્યો છે તેમાં ગુજરાતમાં એક તબક્કાનું મતદાન ફાળવાયું છે.4 જુનના રોજ પરિણામ આવશેત્રીજા તબક્કામાં 7 મેના રોજ 94 બેઠકો પર મતદાન થશે
ત્રીજા તબક્કામાં 12 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 94 લોકસભા બેઠકો પર મતદાન થશે. ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ થશે.13 મેના રોજ ચોથા તબક્કામાં 96 બેઠકો પર મતદાન થશે
ચોથા તબક્કા હેઠળ 13 મેના રોજ મતદાન થશે. આ સમયગાળા દરમિયાન દેશના 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 96 લોકસભા બેઠકો પર મતદાન થશે.20 મેના રોજ મતદાનના પાંચમા તબક્કામાં 49 બેઠકો પર મતદાન થશે
પાંચમા તબક્કાનું મતદાન 20 મેના રોજ થશે. આ સમયગાળા દરમિયાન 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 49 લોકસભા બેઠકો પર મતદાન થશે. ચૂંટણીના પરિણામો 4 જૂને આવશે.25 મેના રોજ છઠ્ઠા તબક્કામાં 57 સીટો પર ચૂંટણી યોજાશે
છઠ્ઠા તબક્કામાં 25 મેના રોજ મતદાન થશે. આ દિવસે દેશના સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 57 લોકસભા બેઠકો પર મતદાન થશે.સાતમા તબક્કામાં 57 સીટો પર થશે મતદાન, 1 જૂને મતદાન થશે
સાતમા અને છેલ્લા તબક્કાનું મતદાન 1 જૂને થશે. છેલ્લા તબક્કામાં 8 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મતદાન થશે. આ દરમિયાન 57 લોકસભા સીટો પર મતદાન થશે.લોકસભા ચૂંટણી 7 તબક્કામાં થશે, 19 એપ્રિલથી શરૂ થશે, 4 જૂને પરિણામ આવશે
લોકસભાની ચૂંટણી સાત તબક્કામાં યોજાશે. પ્રથમ તબક્કો 19 એપ્રિલથી શરૂ થશે અને તમામ સાત તબક્કાના મતદાન બાદ 4 જૂને ચૂંટણી પરિણામો જાહેર કરવામાં આવશે.


