- ગુજરાતના ધારાસભ્યના નામે ફેક એકાઉન્ટ બનાવીને ઠગાઈ કરતી ગેંગ ઝડપાઇ
- સાયબર ક્રાઇમ બ્રાન્ચે 2 આરોપીની કરી ધરપકડ
- ફેંક એકાઉન્ટ બનાવી લોકો પાસે કરતા હતા રૂપિયાની માંગણી
અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકરનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી રૂપિયાની માંગણી કરનાર બે આરોપીની સાયબરક્રાઈમે રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે.ધારાસભ્યનું નકલી એકાઉન્ટ જોઈ ખુદ ધારાસભ્ય પણ ચૌકી ઉઠયાં હતા અને તેમણે સાયબર ક્રાઈમમાં અરજી આપી હતી,તો પોલીસે અરજીના આધારે બે આરોપીની રાજસ્થાનના ભરતપુરથી ધરપકડ કરી છે,આરોપીની તપાસમાં વધુ ખુલાસા થવાની શકયતાઓ પોલીસ સેવી રહી છે.
રૂપિયાની કરી માંગણી
વધતા સાયબરના ગુનામાં મુખ્યત્વે આરોપીઓ મોટા નેતા,મોટી કંપનીઓ તેમજ મોટા અધિકારીઓના ફેક એકાઉન્ટ બનાવીને લોકોને મેસેજ કરી રૂપિયાની માંગણી કરતા હોય છે,આવો જ એક કિસ્સો અમદાવાદના વેજલપુરના ધારાસભ્ય અમિત ઠાકર પાસે બન્યો જેમાં અમિત ઠાકરનુ ફેક ફેસબુક એકાઉન્ટ બનાવીને તેમના પરિચિતો પાસે રૂપિયાની માંગણી કરવામાં આવતી હતી,તો જે લોકોની પાસે રૂપિયાની માંગણી કરી તે લોકોએ અમિત ઠારકરનું આ બાબતે ધ્યાન દોરીને ઉજાગર કર્યા હતા.તો ધારાસભ્યએ પણ આ વાતને ગંભીરતાથી લઈ સાયબરક્રાઈમમાં અરજી આપી હતી,તો પોલીસે મહેનત કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.
અગાઉ પણ કેટલાક નેતાના બન્યા નકલી એકાઉન્ટ
આ કોઈ નવી વાત નથી કે પહેલી વાર કોઈ નેતાનું ફેક એકાઉન્ટ બન્યું હોય,અગાઉ પણ ઘણા બધા નેતાઓના ફેક એકાઉન્ટ બની ચૂકયા છે અને લોકો પાસે રૂપિયાની માંગણી પણ કરાઈ છે,પોલીસ પણ આવા આરોપીને ઝડપવા માટે તૈયાર છે,તો ભરતપુરથી જે બે આરોપીઓ ઝડપાયા છે તેને લઈ વધુ ખુલાસા પોલીસની તપાસમાં સામે આવી શકે છે.
કઈ રીતે કરાય સાયબરક્રાઈમમાં અરજી
જો તમારી સાથે પણ આવી કોઈ ઘટના બની હોય તો તમે પણ ગભરાયા વિના તમારા જિલ્લામાં આવેલી સાયબર ક્રાઈમ ઓફીસનો સંપર્ક કરો,જેમાં તમારે સૌ પ્રથમ એક અરજી કરવાની રહેશે જેમાં તમારી સાથે જે રીતે છેતરપિડીં થઈ હોય તેની વિગતે વાત લખવાની રહેશે,ત્યારબાદ છેતરપિંડી અથવા નકલી એકાઉન્ટ બન્યું હોય તેના સ્ક્રીનશોર્ટ પોલીસને આપવા રહેશે,આટલુ પ્રકિયા પૂર્ણ થયા બાદ પોલીસ IP એડ્રેસના આધારે આરોપી સુધી પહોંચી શકે છે.


