By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    3 એપ્રિલ એટલે છત્રપતિ શિવાજી મહારાજની પુણ્યતિથિ
    1 day ago
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    એજની પુત્રના પ્રાગ્ટયોત્સવની શહેરમાં રંગારંગ ઊજવણી
    2 days ago
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    ચાંદીના રથમાં બિરાજમાન મહાવીર પ્રભુની નગરચર્ચા
    4 days ago
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    વૃત્તિ બગાડે એવા વસ્ત્રો ન પહેરવા જોઇએ, વસ્ત્ર વિવેક જરૂરી છે : મોરારિબાપુ
    1 week ago
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
     વિશેષ પ્રકારનો શ્વાસ લેવો એનું નામ વિશ્વાસ : મોરારિબાપુ
    1 week ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: કેલિફોર્નિયાની લાડીના સિધ્ધપુરના બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
ગુજરાત

કેલિફોર્નિયાની લાડીના સિધ્ધપુરના બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન

agragujaratnews
Last updated: 2024/03/19 at 8:36 PM
2 years ago
Share
કેલિફોર્નિયાની લાડીના સિધ્ધપુરના બ્રાહ્મણ યુવાન સાથે લગ્ન
SHARE

પ્રેમમાં પડયા પછી પહેલીવાર દિલ્હી એરપોર્ટ પર મળતાં જ છોકરીએ છોકરાને કહ્યું ..લેટ્સ મેરી નાઉ …

ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી બંનેએ સંવાદ સાધ્યો : બંનેને ભાષાના બંનેને વાંધા પડતા હતા  પરંતુ પ્રેમ પાકો નીકળ્યો

” પાંચ દિવસનો યજ્ઞ પૂરો થયો એટલે ગુરુ આનંદી માએ મને કહ્યું તને જે જોઈતું હોય એ યજ્ઞ સામે બેસીને વિશ કર. ત્યારે મેં માગ્યું મને પૂજા વિધિ કરાવતો સારો બ્રાહ્મણ લાઇફ પાર્ટનર મળે…” આ શબ્દો છે યુએસએના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાન્સિસ્કો સિટીમાં રહેતી અને સિદ્ધપુરના કર્મકાંડી બ્રાહ્મણ પ્રતિક હસમુખ ભાઈ પંડ્યા સાથે પરણેલી ગેબ્રિયેલા સિમોનોવસ્કા ના. પ્રતીક અને ગેબ્રિયેલા ની લવસ્ટોરી જેટલી ઇન્ટરેસ્ટિંગ છે એટલી જ રોમાંચક પણ છે.

Contents
પ્રેમમાં પડયા પછી પહેલીવાર દિલ્હી એરપોર્ટ પર મળતાં જ છોકરીએ છોકરાને કહ્યું ..લેટ્સ મેરી નાઉ …ગૂગલ ટ્રાન્સલેટરની મદદથી બંનેએ સંવાદ સાધ્યો : બંનેને ભાષાના બંનેને વાંધા પડતા હતા  પરંતુ પ્રેમ પાકો નીકળ્યોલગ્ન પહેલાં પ્રતીકે પણ ગેબ્રિયેલા વિશે ઘરમાં વાત કરી હતી. ઘરનાં નું કહેવું હતું કે,”તેને ગમતું હોય અને ફાવતું હોય તો એમને વાંધો નથી.”

કેલિફોર્નિયા માં ચાઈલ્ડ ડેવલપમેન્ટ ફિલ્ડમાં કામ કરતી ગેબ્રિયેલા મૂળ મેસેડોનિયાની છે. ચાઈલ્ડ સાયકોલોજી માં માસ્ટર કરવા 2012માં તે અમેરિકા આવી હતી. તે અમેરિકન સિટીઝન છે, અમેરિકામાં એકલી રહે છે. પિતા હયાત નથી. માતા અને ભાઈ મેસેડોનિયા માં રહે છે. ગુજરાતના ભરૂચ શહેર નજીક નિકોરામાં આવેલો આનંદી મા નો આશ્રમ સાન ફ્રાન્સિસ્કોમાં પણ છે ત્યાં ગેબ્રિયેલા જતી હતી તેને આધ્યાત્મ અને સનાતન હિન્દુ ધર્મમાં રસ પડી રહ્યો હતો. 2020માં નિકોરા આશ્રમમાં 5 દિવસ રામ યજ્ઞનું આયોજન થયું હતું જેમાં સાનફ્રાન્સિસ્કો ના આશ્રમ માંથી ઘણા લોકો આવ્યા હતા. ગેબ્રિયેલા એમાં હતી. આ યજ્ઞ માટે સિદ્ધપુર થી બ્રાહ્મણો આવેલા જેમાં પ્રતિક પંડ્યા પણ હતો. યજ્ઞ ના સાત હવન કુંડમાં પ્રતિક જોકે ગેબ્રિયેલા જે હવન કુંડમાં હતી એના બાજુવાળા કુંડ માં હતો.પાંચ દિવસનો યજ્ઞ પૂરો થયા પછી હવન સાથે જોડાયેલા બધાએ સાથે એક ફોટો પડાવ્યો જેમાં આ બન્ને પણ હતા એટલું જ પરંતુ બીજા દિવસે ચાણોદ કરનાળીમાં ગેબ્રિયેલા ના સ્વર્ગસ્થ પિતા માટે નારાયણ બલી પૂજા કરવામાં આવી ત્યારે એ માટેના 4 કર્મકાંડી બ્રાહ્મણો ના ગ્રુપમાં પ્રતિક હતો. પ્રતિક તરફ ગેબ્રિયેલા નું ધ્યાન કેવી રીતે ખેંચાયું એ ફની સિચ્યુએશન વિશે જણાવતાં પ્રતિક કહે છે,” મુખ્ય પંડિત થોડો બ્રેક લે ત્યારે પૂજા વિધિ હું કરાવતો. મને ઈંગ્લીશ ના ફાવે તેથી વિધિ વિશે જે રીતે હું સમજાવતો એ બહુ ફની થતું અને એટલે બધા એમાં હસતા હતા.”

આ સમયે ‘ રામ રામાય સ્વાહા’ બોલીને યજ્ઞ માં આહુતિ આપતા બ્રાહ્મણો ની સ્પિરીચ્યુઆલીટી અને તેમની પૂજા વિધિ ગેબ્રિયેલાને સ્પર્શી રહી હતી. મેસેડોનિયામાં હતી ત્યારથી જ ગેબ્રિયેલા ને હિંદૂઈઝમ અને સ્પિરીચ્યુઆલિટીમાં રસ પડી રહ્યો હતો.

ગેબ્રિયેલા જેનું આશ્રમ નું નામ અમી છે તેણે આનંદી મા પાસે શ્રી દીક્ષા લીધી છે. શાંતિ પાઠ કરવો એને બહુ ગમે છે. ગેબ્રિયેલા ની મમ્મી પણ આનંદી માની શિષ્ય છે અને ભરૂચના આશ્રમમાં આવે છે. તેમનું આશ્રમનું નામ । શબરી છે. પતિના મૃત્યુ પછી તેણે આનંદી મા ના કહેવાથી જ ચાણોદ કરનાળી માં નારાયણ બળી પૂજા કરાવી હતી. આ પૂજા પછી હું અને ગેબ્રિયેલાની મમ્મી ફેસબુક ફ્રેન્ડ બન્યાં એમ જણાવી ગેબ્રિયેલા સાથેના મિલનમાં તેની મમ્મી ના રોલ અંગે વાત કરતાં પ્રતીક કહે છે, ” ગાબી (ગેબ્રિયેલા નું શોર્ટ નામ ) ની મમ્મીને હું બહુ ગમતો હતો, તે મને દીકરો માનતાં. આજે પણ તે બહુ રિસ્પેક્ટ કરે છે. અમી સાથે મળવામાં તેમનો મોટો રોલ છે.”

ચાણોદ ની નારાયણ બળી પૂજા ના એક મહિના પછી પ્રતીક અને ગેબ્રિયેલા એ ફેસબૂક પ્રોફાઈલ એક્સચેન્જ કર્યો અને ચેટ કરવા લાગ્યાં. બંનેની લાઇકિંગ મેચ થતી હતી. સ્પિરીચ્યુઆલીટી અને ટ્રાવેલિંગમાં બંને ને રસ છે.બે ભાઈ અને ત્રણ બહેનોના પરિવારમાં પ્રતીક સૌથી નાનો છે. સિદ્ધપુર માં જ રહે છે. પિતાના અવસાન પછી કમાવાનું જરૂરી હોવાથી તેણે ટ્વેલ્થ પછી ભણવાનું છોડી કર્મકાંડ અપનાવ્યું. સિદ્ધપુર ના અવડેશ્વર મહાદેવ મંદિરના આશ્રમમાં જ તે મોટાભાગે રહે છે, શ્રાવણ માસમાં તો ખાસ.

આ દરમિયાન શ્રાવણ માસમાં પ્રતીકે પાર્થેશ્વર (માટીના નાના શિવલિંગ બનાવી પૂજન પછી તેને પધરાવવામાં આવે)ની પૂજા શરૂ કરી. રોજ સો શિવલિંગ બનાવવા ના અને અઢી કલાક તેપૂજા ચાલે.

મિત્ર હોવાના નાતે અને પૂજન વિધિમાં રસ હોવાના કારણે પ્રતીકે પાર્થેશ્વર પૂજન માટે ગેબ્રિયેલા ને વિડિયો કોલથી ઇન્વાઇટ કરી. પ્રતીક કહે છે,” મારી આ પૂજા અઢી કલાક ચાલે. તે રોજ મને વિડિયો કોલ કરી પૂજામાં સામેલ થતી. એક મહિના સુધી આ પૂજા ચાલી. તે કહેતી તેને આ પૂજામાં સારું લાગે છે.”

આ દરમિયાન બંને એકબીજાને ક્યારે ગમવા લાગ્યાં એની તેમને પણ ખબર ના પડી. બંને ને એકબીજા સાથે વાતો કરવી ગમતી. તેમનાં લાઈકિંગ પણ સેમ હતાં. ગેબ્રિયેલા કહે છે, “અફાટ સમુદ્ર કિનારે અને બ્લુ ઘાસમાં બેસવું મને અને તેને પણ બહુ ગમતું. બ્લુ ઘાસ તેને મહાદેવ ના નીલકંઠ જેવું લાગતું. મને એ અને એને હું ગમતાં હતાં પણ અમે એકબીજાને કહી નહોતાં શકતાં. આમ પણ તેની સ્પીરીચ્યુઆલીટી, તેની પૂજન પદ્ધતિ, તેનું આ કામ મને ખૂબ જ એટ્રેક્ટ કરતાં હતાં. અફકોર્સ તે હેન્ડસમ પણ છે.” મિલનની તડપ એ હદે વધી કે એક દિવસ ગેબ્રિયેલા બેગ પેક કરી ઇન્ડિયા આવવા તૈયાર થઈ ગઈ.

2022 એપ્રિલમાં લોક ડાઉન ખુંલ્યું એવું જ ગેબ્રિયેલા ઇન્ડિયા આવી.દિલ્હી એરપોર્ટ પર તેઓ પહેલીવાર મળ્યાં ત્યારે તેણે પ્રતીકને કહ્યું ..લેટ્સ મેરી નાઉ. પ્રતીકે પણ સ્વીકારી લીધું અને બંને પહોંચ્યાં રામેશ્વર, હિંદુ રીતી રિવાજ મુજબ આ મંદિરમાં લગ્ન કર્યાં.

લગ્ન પહેલાં પ્રતીકે પણ ગેબ્રિયેલા વિશે ઘરમાં વાત કરી હતી. ઘરનાં નું કહેવું હતું કે,”તેને ગમતું હોય અને ફાવતું હોય તો એમને વાંધો નથી.”

ગુજરાતી મિડીયમમાં ભણેલા પ્રતીકને ઈંગ્લીશ જરાય ફાવતું નહિ. તે કહે છે, ” શરૂઆતમાં ભાષા ના કારણે વાત કરવામાં બહુ તકલીફ પડતી. અમે ત્યારે ચેટ જ કરતાં એમાં ગૂગલ ટ્રાન્સલેટરની મદદ લેતાં હતાં. હવે તો અમે ફોન કોલથી વાત કરીએ છીએ.”

પ્રતીક અને ગેબ્રિયેલા માં એજ ડિફરન્સ છે, એજયુકેશન ડીફરન્સ છે પણ અજબ પ્રેમ કી ગજબ કહાની હોય છે! ગેબ્રિયેલા ને અમેરિકાની એકલતા કોરી ખાય છે. ભારતના આંતરિક રીતે સ્ટ્રોંગ, ખુલ્લા મનવાળા અને મળતાવડા લોકો તેને ગમે છે. લગભગ 2013થી તે દર વર્ષે ભારત આવે છે. મહા કુંભ મેળામાં, ઋષિકેશ, બનારસ, હરિદ્વાર, કેરળ, ધર્મશાલા, તિરુવનંતપુરમ, ચેન્નઈ, મદુરાઈ તિરુચેન્દુર, રામેશ્વર, ગોવા અને મુંબઈ જઈ આવી છે. લગ્ન પછી વર્ષમાં બે વાર ભારત આવે છે. તેઓ સાથે દેશ વિદેશ હરે ફરે છે, કમ્બોડિયા થાઇલેન્ડ અને વિયેતનામ પણ જઈ આવ્યાં છે. ગયા વર્ષે સિદ્ધપુર ના પ્રતીકના ઘરે એક વિક રહી હતી. તે સંપૂર્ણ વેજીટરિયન છે. રામેશ્વરમ માં શિવ સમીપે લગ્ન કર્યાં પછી તાજેતરમાં મદુરાઈના મીનાક્ષી મંદિર માં શક્તિ સમક્ષ તેમણે લગ્ન કર્યાં. તે પછી એક વિક ફરી આવ્યાં અને 11મી માર્ચે સિદ્ધપુર માં અવડેશ્વર મહાદેવ મંદિરમાં શિખર પ્રાણ પ્રતિષ્ઠા તથા વિશ્વ કલ્યાણ માટે આયોજિત અદ્વિતીય અતિ રુદ્ર યાગ કે જેમાં 11 કુંડી હવનમાં પાંચ દિવસમાં એક કરોડ આહુતિ આપવામા આવી હતી એમાં આખો દિવસ સામેલ થયાં હતાં.

2011માં ગેબ્રિયેલા ગોવાના શિવાનંદ આશ્રમમાં ગોવા ઇન્ટર નેશનલ ક્લબમાં મેસેડોનિયા થી યોગ શીખવા આવી હતી.મેસેડોનિયા માં અને હવે અમેરિકામાં પણ યોગ ફ્રી માં શીખવે છે.ગેબ્રિયેલા ને ભારત અને ભારતીયો ગમે છે પણ તેના ફિલ્ડ માં ભારતમાં કામ મળવું થોડું મુશ્કેલ છે અને પ્રતીક માટે ત્યાં કામ મળવું સહેલું છે તેથી હવે પ્રતીક અમેરિકા જશે.

You Might Also Like

 વેરાવળમાં સોશ્યલ મીડિયામાં મિત્રતા કેળવ્યા બાદ સગીરા સાથે શખ્સનું દુષ્કર્મ

ભાવનગરમાં SDMના નામે લાખોની માંગણી કરનાર અધિકારીના ડ્રાઇવરની ધરપકડ

ગઢડાના વિંછીયા પરામાં પશુને માર મારવા બાબતે બે જૂથ્થ વચ્ચે અથડામણ

 જૂનાગઢમાં મુખ્ય બજારમાં દબાણ કરનાર સામે પોલીસની લાલ આંખ

 ડાકોરમાં પ્લાસ્ટિકની મૂર્તિઓ વેચાતા ફેરિયાને રૂ.૧૯ કરોડની ITની નોટીસ

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love1
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે
રાજકોટ

 વસ્તી ગણતરીના પ્રથમ તબક્કાનો પ્રારંભ રાજકોટ સહિત રાજયમાં તા.૫મીથી શરૂ કરાશે

Editor By Editor 3 days ago
મોરબીમાં ઉદ્યોગપતિ પર હુમલો કરનાર જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેનની ધરપકડ
પોલીસ સ્ટેશનમાં મસાલા ખાતા પાંચ કર્મચારીઓને સસ્પેન્ડ કરાયા
સોપાન હાઇટ્સના સ્વિમિંગ પુલમાં ડૂબી જવાથી નેપાળી પરિવારના માસૂમ ભાઈ બહેનના મોત
મેવાણીના આક્ષેપો સામે DCP બાંગરવા માટે જનસાગર રસ્તા પર
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?