- આગ ઝરતી ગરમીની હવામાન વિભાગની આગાહી
- સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી
- સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે
હવામાન વિભાગની ગરમીની આગાહી છે. જેમાં રાજ્યમાં ગરમીનો પ્રકોપ વધશે. તથા આગ ઝરતી ગરમીની હવામાન વિભાગની આગાહી છે. તેમજ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટવેવની અગાહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન સાથે વધુ ગરમી રહેશે. તથા કંડલા અને પોરબંદરમાં પણ હિટવેવની આગાહી કરવામાં આવી છે.
માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે
અન્ય વિસ્તારોમાં પણ કાળઝાળ ગરમીની આગાહી છે. માર્ચમાં ગરમીનો પારો 40 ડિગ્રી સુધી પહોંચશે. સૌરાષ્ટ્ર કચ્છમાં ગરમ પવન ફૂંકાવાથી તાપમાન વધશે. ગરમીના વધારા સાથે જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં ગરમીની શરૂઆત થઈ રહી છે. જેના સાથે જ કેટલાંક શહેરોમાં ગરમીનો પારો 37 ડિગ્રી સુધી પહોંચ્યો છે જ્યારે હજી પણ કેટલાંક વિસ્તારોમાં ગરમી સાથે આંશિક ઠંડક જોવા મળી રહી છે. આ વચ્ચે હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ક્ચ્છ અને સૌરાષ્ટ્રમાં હિટવેવની આગાહી કરી છે.
ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે
આ અંગે અમદાવાદમાં હવામાન વિભાગના વૈજ્ઞાનિક અભિમન્યુ ચૌહાણે જણાવ્યું કે, ગુજરાતમાં પાંચ દિવસમાં તાપમાનમાં વધારો થશે. આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. જેના સાથે આગામી પાંચ દિવસમાં સોરાષ્ટ્ર-કચ્છના કોસ્ટલ વિસ્તારમાં ગરમી અને ભેજના કારણે ડિસકમ્ફર્ટ જેવી પરિસ્થિતિ રહી શકે છે.


