- 12 વર્ષના આયુષ અને 6 વર્ષના આહાનનું મોત
- 3 સગા ભાઈ પર કુહાડીથી હુમલો કર્યો
- પોલીસ દ્વારા એક મુખ્ય આરોપીનું એન્કાઉન્ટર કર્યું
ઉત્તર પ્રદેશમાં ક્રાઈમની ઘટના પર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી છે. બદાયૂમાં સ્થાનિક સિવિલ લાયન્સ વિસ્તારના મંડી સમિતિ ચોકી વિસ્તારમાં મંગળવારે પાડોશીએ ત્રણ બાળકો પર જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં 2 બાળકોના મોત થઈ ગયા છે. જ્યારે એક ગંભીર રીતે ઘાયલ થઈ ગયો હતો. જે પછી જવાબી કાર્યવાહીમાં પોલીસે એન્કાઉન્ટર કરતા તેને મારી નાખ્યો હતો.
વાસ્તવમાં, વિનોદ કુમારની પત્ની બાબા કોલોનીમાં ઘરે પાર્લર ચલાવે છે. તે તેના 3 બાળકો સાથે ઘરે એકલી હતી. જાવેદ અને સાજીદ વિનોદના ઘરની સામે સલૂન ચલાવે છે. બંનેનો વિનોદના પરિવાર સાથે અવારનવાર વિવાદ થતો હતો. પડોશીઓએ જણાવ્યું કે મંગળવારે સાંજે સાજીદ અને જાવેદ વિનોદના ઘરે આવ્યા અને બીજા માળે વિનોદના પુત્રો આયુષ, આહાન અને હની પર રેઝર વડે હુમલો કરવા લાગ્યા. આ દરમિયાન માતા સંગીતા પાર્લરમાં નીચે હતી. બૂમો સાંભળીને લોકો ઉપરના માળે દોડી આવ્યા હતા, પરંતુ આરોપી ભાગી ગયો હતો.
હત્યા બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. ટોળાએ પોલીસને લાશનો કબજો લેવા દીધો ન હતો. પરિવારે મૃતદેહ લેવા આવેલી એમ્બ્યુલન્સને પાછી ફેરવી હતી. રોષે ભરાયેલા ટોળાએ રોડ પર તોડફોડ કરી બ્લોક કરી દીધો હતો. પોલીસે એક આરોપીની અટકાયત કરી છે. પોલીસે મુખ્ય આરોપીને એન્કાઉન્ટરમાં ઠાર માર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે આરોપી જાવેદ હત્યા કરીને સિવિલ લાઇન વિસ્તારની બાબા કોલોનીમાં ભાગી ગયો હતો.


