- કર્મચારીઓની આવશ્યક સેવાની શ્રેણીમાં સમાવેશ
- ચૂંટણી પંચે મીડિયા કર્મચારીઓને લઈ કર્યો નિર્ણય
- ચૂંટણી કવરેજમાં લાગેલા મીડિયા કર્મીઓને લઈ નિર્ણય
લોકસભાની ચૂંટણી માટે તમામ મોર્ચે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. જેમાં હવે ચૂંટણી પંચે લોકસભા ચૂંટણીમાં પોસ્ટલ વોટિંગથી મીડિયા કર્મચારીઓ મતદાન કરી શકશે આ માટે ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ માટે પોસ્ટલ બેલેટની સુવિધા ઉપલબ્ધ કરાવવાની રહેશે.
આ અંગેની માહિતી અનુસાર, ચૂંટણી ફરજમાં રોકાયેલા તમામ અધિકૃત મીડિયા કર્મચારીઓ તેઓ જ્યાં પોતાનો મત વિસ્તાર હશે તે સ્થળે પોસ્ટલ બેલેટ દ્વારા તેમનો મત આપી શકશે. જો કે, આ હેઠળ, ફક્ત તે જ મીડિયા કર્મચારીઓ મતદાન કરી શકશે જેમના મીડિયા કવરેજ પાસ ચૂંટણી કમિશનર દ્વારા જાહેર કરવામાં આવ્યા હશે.
જ્યારે મીડિયા કર્મચારીઓ પોસ્ટલ બેલેટથી મતદાન કરી શકશે તેની સાથે જ ચૂંટણી પંચ દ્વારા કર્મચારીઓની આવશ્યક સેવાની શ્રેણીમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચે મીડિયા કર્મચારીઓને લઈ મહત્વનો નિર્ણય કર્યો છે.
કોના માટે હોય છે પોસ્ટલ બેલેટની સુવિધા ?
ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીમાં વધુમાં વધુ મતદારો ભાગ લઈ શકે તે માટે તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. હાલમાં હજારો-લાખો કર્મચારીઓ અને સુરક્ષા કર્મચારીઓ ચૂંટણી ફરજ માટે તૈનાત છે. આ સિવાય સરહદ પર સેનાના જવાનો તૈનાત હોય છે. આવી સ્થિતિમાં આ લોકો પોતાની ફરજ છોડીને ચૂંટણીમાં મતદાન કરવા ઘરે જઈ શકતા નથી. આવા કર્મચારીઓ અને સૈનિકો માટે ચૂંટણી પંચ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરાવે છે. ચૂંટણી પંચ અગાઉથી નક્કી કરે છે કે કેટલા લોકોને પોસ્ટલ બેલેટ આપવાના છે, ત્યારબાદ કાગળ પર છપાયેલા ખાસ બેલેટ પેપર આ લોકોને મોકલવામાં આવે છે. બેલેટ પેપર પ્રાપ્ત કર્યા પછી કાર્યકર તેના મનપસંદ ઉમેદવારને પસંદ કરે છે અને આ બેલેટ પેપર પોસ્ટ દ્વારા ચૂંટણી પંચને પરત કરે છે.


