By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    પોતાના ઝવેરને, અસ્મિતાને, મૌલિકતાને, નીજતાને ચંદ્રની જેમ આખા જગતમાં ફેલાવી દે એનું નામ ઝવેરચંદ મેઘાણી : મોરારીબાપુ
    1 week ago
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    *  વીર જોગડો ઢોલી- સોરઠનો રણનાદ અને મસ્તક વગર લડનારો મહાયોદ્ધા.
    4 weeks ago
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
     “સ્વીકાર“ એ એક મોટો મહામંત્ર છે: મોરારિબાપુ
    1 month ago
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    શ્રીકૃષ્ણનો મેનેજમેન્ટ મંત્ર: અનાસક્ત રહીને પણ અનન્ય પ્રેમ
    2 months ago
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    મહાત્મા ગાંધીજીની સાહિત્યોપાસના
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    3 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    3 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    3 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    3 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    3 months ago
  • EpaperEpaperEpaper
Reading: ચૂંટણીના બહાને હવે તંત્રની કામચોરી : નોકરિયાતોને કોઇ પૂછનાર નથી
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
અગ્રલેખ

ચૂંટણીના બહાને હવે તંત્રની કામચોરી : નોકરિયાતોને કોઇ પૂછનાર નથી

agragujaratnews
Last updated: 2024/03/28 at 8:43 PM
2 years ago
Share
ચૂંટણીના બહાને હવે તંત્રની કામચોરી : નોકરિયાતોને કોઇ પૂછનાર નથી
SHARE

રાજકોટની જૂની કલેકટર કચેરીમાં પૂરવઠા તંત્ર ખોરવાયુ, સિવિલ હોસ્પિટલમાં કોઇ જવાબ દેનાર નથી,જિલ્લા શિક્ષણાધિકારીને કશી ખબર નથી !

રાજકોટની જુની કલેકટર કચેરીમાં પૂરવઠા તંત્રની કામગીરીમાં એટલી હદે લાલિયાવાડી ચાલે છે કે અરજદારોએ કંટાળીને હંગામો કરવો પડ્યો.અધિકારીએ અરજદારોને સીધા દોર કરવા પોલીસ બોલાવી.પૂરવઠા અધિકારી સામે ફરિયાદ ઉઠી છે કે રજૂઆત કરનારને એક જ જવાબ મળે છે ચૂંટણી પછી બધું રાબેત મુજબ થશે. રોજ પ૦ થી ૬૦ અરજદારોને ધરમ ધકકા થાય છે. જો કે આ બધી ફરીયાદો અધિકારીઓ,કર્મચારીઓને કોઠે પડી ગઇ છે. અરજદારો,નાગરિકો અને ચૂંટણી સુધી મતદારોનું કામ તો ફરિયાદ કરવાનું છે એવી માનસિકતા અહીં દેખાય છે. નીચેના અધિકારીઓ સામેની ફરિયાદ અંગે આંખમિચામણા કરનાર ટોચના અધિકારી કલેકટર પણ તંત્ર ઠીકઠાક ચાલે તે દિશામાં ઉદાસીન હોય એવુ લાગે છે. છેલ્લા થોડા સમયથી  આ ફરિયાદો વધી છે. મે મહિનાની ૭ મી તારીખ ચૂંટણી છે. ત્યાર બાદ પરિણામ. ફરી તંત્ર રાગે ચાલતાં મેહિનો પૂરો થઇ જશે. ત્યાં ચોમાસાની તૈયારી. તંત્ર પાસે હોઠ સાજા તો બહાના જાજા. નેતાઓ ખાસ સતા પક્ષના નેતાઓ હાલ ચૂંટણીમાં વ્યસ્ત અને મસ્ત હશે એટલે લોકોની રોજીંદી બાબતો,તકલીફો અંગે તેમને પણ ફુરસદ નહિ રહે.

સિવિલ હોસ્પિટલમાં પણ આવી જ સ્થીતિ છે. તાજેતરમાં જ એક મંત્રીએ સિવિલ હોસ્પિટલમાં યોગ્ય સારવાર ન થતાં એક દર્દીનું મો થતાં કલેકટર તંત્રનું ધ્યાન દોર્યુ હતું. આ અનુસંધાને અધિક કલેકટરે સિવિલ હોસ્પિટલમાં સરપ્રાઇઝ ચેકીંગ કર્યુ હતું.આ ચેકીંગમાં સિવિલ હોસ્પિટલમાં પણ લાલિયાવાળી જ ચાલતી હોવાનું જોવા મળ્યુ હતું. સામાન્ય લોકો શા માટે સિવિલ હોસ્પિટલમાં સારવાર કરવા નથી જતાં તેનું ઉદાહરણ જોવા મળે. સિનિયર ડોકટરો દર્દીઓને જોવા આવે છે કે નહિ તે કોઇ જોવાવાળુ જ નહોતું. કોણ કયાં શું કામ કરે છે તેની કોઇને જાણ જ નહોતી. કર્મચારીઓ દર્દીઓના સગાને તતડાવે, બદતમીજી કરે અન પોલીસ ફરિયાદની કે સિકયુરિટીની ધમકી આપે એવી ઘટના રોજીંદી બને છે. લોકો માટે કરોડો રૂપિયાની સરકારી સહાય અને આરોગ્ય યોજનાઓનો સદઉપયોગ થવાને બદલે અહીં પણ અડિયલ તંત્રની અવળચંડાઇ ચાલે છે.

શિક્ષણ તંત્રને પણ પરીક્ષાની મોસમમાં કાટ લાગી ગયો છે. તાજેતરમાં મિડિયા દ્વારા શિક્ષણાધિકારીને એક સ્કુલમાં વિદ્યાર્થીનીઓ ઉપર અડપલાં થયા તો શિક્ષણાધિકારીને કશીં જાણ જ નહોતી. જો ફરિયાદ આવશે તો પગલાં લેશે તેવો સરકારી જવાબ મિડિયાને મળ્યો હતો. સામેથી ફરિયાદી બની પગલાં લેવાની વિદ્યાર્થીનીઓ અને વાલિઓના હિતનું રક્ષણ કરવાની કોઇ પહેલ જ નહી.બેટી બચાવો,બેટી પઢાઓની વાતો માત્ર સૂત્રોમાં અને પ્રચારમાં જ દેખાય.

એકંદરે વહીવટી તંત્રને ચૂંટણીની આ મોસમમાં ચૂંટણી સિવાય અન્ય કામ ન કરવાના બહાના મળી ગયા છે. આવશ્યક અને આરોગ્ય શિક્ષણ જેવી સેવાઓનું સ્તર એટલું કથળ્યુ છે કે તેની સીધી અસર સરકારની શાખ ઉપર અને લોકમાનસ ઉપર પડે છે. લોકો સામાન્ય રીતે સરકીર તંત્ર સામે શીંગડા નથી ભરાવતાં.પરંતુ દર્દ હદથી વધી જાય ત્યારે જ હંગામા થતાં હોય છે. જે તંત્રને કોઠે પડી ગયા છે. જિલ્લા કલેકટર તંત્રની પ્રાયોરિટી ચૂંટણી હોઇ શકે. પણ પ્રજા સેવા પણ તેમની પ્રાયોરિટી હોવી જોઇએ અને સાથે સાથે તંત્ર ચાલે તે પણ પ્રાયોરિટી હોવી જોઇએ.

You Might Also Like

કે.વિ.કે. તરઘડીયા ખાતે વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો

ભારતની ચૂંટણી વ્યવસ્થા પણ એક પડકાર છે

૨૦૨૪ની ચૂંટણી બાદ દેશમાં ક્રાંતિક્રારી પરિવર્તન આવશે

ચૂંટણી જંગમાં પણ હવે ટી-ટવેન્ટી ફોર્મેટ

ઓલ ઇઝ નોટ વેલ : ભાજપની પ્રયોગ શાળામાં સુકા સાથે લીલું બળે છે

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત
આંતરરાષ્ટ્રીય

જિલ્લામાં ગેસ સિલિન્ડરનો કાળો કારોબાર અને સંગ્રહ અટકાવવા હોટેલો-એજન્સી પર બંદોબસ્ત

Editor By Editor 5 days ago
 મેગા ડીસ કનેકશન ડ્રાઇવ છતાં ૨.૨3 લાખ ગ્રાહકોના વીજબીલ બાકી
ગુજરાતના ન્યાયિક તંત્રમાં મોટું પ્રશાસનિક પગલું: 5 જજને ફરજિયાત નિવૃત્ત કરાયા
જેતપુરમાં વીજતાર તૂટી પડતા ખેડૂતની મોટર અને નીલગીરીના બગીચામાં આગ
 આવતીકાલથી ચૈત્રી નવરાત્રિનો પ્રારંભઃ ખોડલધામ મંદિરે ધામધૂમથી ઉજવાશે
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?