By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
agragujaratnewsagragujaratnewsagragujaratnews
Notification
Aa
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
    ધર્મShow More
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    મોરબીમાં BAPSનું નૂતન મહામંદિર: આસ્થા, સંસ્કાર અને સેવાનો ત્રિવેણી સંગમ
    3 days ago
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    બાલાજી મંદિરે કાળી ચૌદશના દિવસે યોજાશે ભવ્યાતિભવ્ય ૧૦૮ કુંડી મારુતી મહાયજ્ઞ
    5 days ago
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    પ્રભુ પાસે ઐશ્વર્ય નહીં, આશ્રય અને અશ્રુ માંગો! : મોરારિબાપુ
    2 months ago
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    રામ પથ્થર લઇને સેતુ બનાવે છે, હું પોથી લઇને સેતુ બનાવું છું : મોરારિબાપુ
    2 months ago
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    રામચરિત માનસ જ મારા માટે વિશ્વ વિદ્યાલય છે: મોરારિબાપુ
    2 months ago
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    Shreyas Iyerની ઈજાને લઈને એક મોટું અપડેટ, સ્ટાર ખેલાડી બેંગલુરુ જવા થયો રવાના
    10 months ago
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    Virat Kohliના નાના ફેને સાથે રોહિત શર્માએ કર્યું હૃદયસ્પર્શી કામ, વાયરલ થયો VIDEO
    10 months ago
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    Virat Kohli ક્રિસમસ પર બન્યો સાન્તાક્લોઝ, બાળકોને આપી ગિફ્ટ, વાયરલ થયો VIDEO
    10 months ago
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    ક્રિકેટ જગત પર ભારતનું શાસન, વનડેથી લઈને ટેસ્ટ સુધી ભારતીય ખેલાડીઓનો દબદબો, જાણો કોણ છે નંબર-1!
    10 months ago
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    ભારતીય ક્રિકેટ ટીમમાં પ્રથમ 168 T20 મેચ પછી અભિષેક શર્મા અને ઈશાન કિશનના ક્રિકેટ રેકોર્ડ વિષે જાણો
    10 months ago
  • EpaperEpaperEpaper
Reading:  LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
Share
Aa
agragujaratnewsagragujaratnews
  • Home
  • ન્યૂઝ
  • રાજકોટ
  • She World
  • વિશેષ
  • હેલ્થ
  • ધર્મ
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Search
  • Home
  • ન્યૂઝ
    • સૌરાષ્ટ્ર
    • ગુજરાત
    • ગાંધીનગર
    • રાષ્ટ્રિય
    • આંતરરાષ્ટ્રીય
  • રાજકોટ
    • સિટી ન્યૂઝ
    • સિટી અપડૅટ
  • She World
  • વિશેષ
    • અગ્રલેખ
    • અંતરંગ – સુનીલ જોશી
    • બિટવિન ધ લાઇન્સ – સુનિલ જોશી
    • રનિંગ કોમેન્ટ્રી – દિલીપ ગોહિલ
    • સાહિત્ય નક્ષત્ર -નટવર આહલપરા
    • કાવ્ય આસ્વાદ – મહેન્દ્ર જોશી
    • લક્ષ્ય વેધ – હેમેન ભટ્ટ
    • ધ ગ્રેટ ગોલ્ડન એરા – તુષાર રાજા
    • માર્કેટ અપડેટ – દિપેન જોશી
    • વિશેષ લેખ – ડી.જી.
    • વિશેષ લેખ – સુષમા ગજાપુરે
  • હેલ્થ
    • ડો. એસ.વી. ચંદારાણા
    • રાજેશ દોશી
  • ધર્મ
    • નવલી નવરાત્રિ
    • પર્યુષણ પર્વ
    • શ્રાધ્ધ અને શ્રધ્ધા
    • શ્રાવણે શિવ મહિમા
  • વિડિયો
  • સ્પોર્ટ્સ
  • EpaperEpaperEpaper
Have an existing account? Sign In
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
રાષ્ટ્રિય

 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે

Editor
Last updated: 2026/10/31 at 4:15 PM
18 minutes ago
Share
 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે
SHARE

સામાન્ય પરિવારના ખિસ્સા પર બોજ વધશે

 LPG, GST, સીમકાર્ડ, ટોલટેકસના નિયમો કાલથી બદલાશે

ટોલ પ્લાઝા નજીક રહેતા લોકોને વાર્ષિક રૂ.૧૫૦૦ વેરો ચૂકવવો પડશે : ગેસ સિલિન્ડરના ભાવમાં ઉછાળો આવવાની શકયતા : GSTમાં વેપારીઓને મળી શકે છે રાહત

 

અગ્ર ગુજરાત, નવી દિલ્હી

ઓક્ટોબર મહિનાનો આજે છેલ્લો દિવસ છે અને આવતીકાલે એટલે કે 1 નવેમ્બર 2026થી નવા મહિનાની શરૂઆત સાથે દેશભરમાં અનેક મોટા નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે. આ ફેરફારોની સીધી અસર સામાન્ય લોકોના ખિસ્સા, ઘરનું બજેટ, વાહનચાલકો, વેપારીઓ અને મોબાઇલ યુઝર્સ પર પડી શકે છે. LPG ગેસ સિલિન્ડરના ભાવથી લઈને ટોલ પાસ, GSTના નિયમો, દારૂની ખરીદીમાં ડિજિટલ પેમેન્ટ અને SIM કાર્ડ સંબંધિત નિયમો સુધી અનેક ફેરફારો થવાના છે.

1 નવેમ્બર 2026થી થનારા આ પાંચ મોટા ફેરફારોની અસર અલગ-અલગ વર્ગના લોકો પર પડશે. ગેસ સિલિન્ડરના ભાવ ઘરનું બજેટ નક્કી કરશે, ટોલ પાસથી વાહનચાલકોને રાહત મળી શકે છે, GSTના ફેરફારથી નાના વેપારીઓને ફાયદો થઈ શકે છે, જ્યારે CNAP સિસ્ટમથી મોબાઇલ યુઝર્સને અજાણ્યા કોલની ઓળખ કરવામાં મદદ મળી શકે છે.

 

LPG ગેસ સિલિન્ડરના ભાવમાં થઈ શકે છે ફેરફાર

દર મહિનાની પહેલી તારીખે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ LPG ગેસ સિલિન્ડરના નવા ભાવ જાહેર કરતી હોય છે. આ વખતે પણ 1 નવેમ્બર 2026ના રોજ નવા ભાવ જાહેર થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ઓક્ટોબર મહિનાની શરૂઆતમાં 19 કિલોગ્રામના કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં ₹62.50 સુધીનો વધારો કરવામાં આવ્યો હતો. જોકે, 14.2 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો. હવે નવેમ્બર મહિનાની પહેલી તારીખે ઘરેલુ અને કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં શું ફેરફાર થાય છે તેના પર સૌની નજર રહેશે. LPG ઉપરાંત હવાઈ ઇંધણ એટલે કે ATFના ભાવમાં પણ ફેરફાર થઈ શકે છે.

 

માત્ર ₹1,500માં મળશે વાર્ષિક ટોલ પાસ

વાહનચાલકો માટે પણ 1 નવેમ્બરથી મહત્વનો ફેરફાર થવાનો છે. કેન્દ્ર સરકાર દ્વારા ટોલ પ્લાઝાની આસપાસ રહેતા લોકો માટે ₹1,500નો વાર્ષિક ટોલ પાસ લાગુ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

આ નિયમ હેઠળ ટોલ પ્લાઝાથી 20 કિલોમીટરની અંદર રહેતા ખાનગી વાહનમાલિકો આ વાર્ષિક પાસનો લાભ લઈ શકશે. આ ઉપરાંત ટ્રાફિક સંબંધિત અન્ય ફેરફારો પણ અમલમાં આવવાના છે. 1 નવેમ્બરથી અન્ય રાજ્યોમાં રજિસ્ટર્ડ જૂનાં નોન-BS6 વાહનોની એન્ટ્રી પર પ્રતિબંધ લાગુ થવાની માહિતી છે. આ પ્રતિબંધ શિયાળાના એક્શન પ્લાન અંતર્ગત લાગુ કરવામાં આવશે. નવા કનેક્ટિંગ લિંક પર માલવાહક વાહનોની અવરજવર પર કાયમી પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિયમ 1 નવેમ્બરથી અમલમાં આવવાનો છે.

 

દારૂ ખરીદવા માટે ₹1,000થી વધુની ખરીદી પર ડિજિટલ પેમેન્ટ ફરજિયાત

દારૂ ખરીદતા લોકો માટે પણ એક મહત્વપૂર્ણ નિયમ બદલાવા જઈ રહ્યો છે. તમિલનાડુમાં 1 નવેમ્બરથી દારૂની ખરીદી માટે પેમેન્ટના નિયમોમાં ફેરફાર થવાનો છે. તમિલનાડુ સ્ટેટ માર્કેટિંગ કોર્પોરેશન (TASMAC) દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે કે ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલની રિટેલ ખરીદી માટે ડિજિટલ પેમેન્ટ ફરજિયાત રહેશે. એટલે કે જો કોઈ ગ્રાહક ₹1,000થી વધુ કિંમતની દારૂની બોટલ ખરીદશે, તો તેણે રોકડને બદલે UPI, કાર્ડ અથવા અન્ય ડિજિટલ માધ્યમથી પેમેન્ટ કરવું પડશે.

 

GSTના નિયમોમાં ફેરફાર, નાના વેપારીઓને મળી શકે રાહત

1 નવેમ્બરથી GST સંબંધિત નિયમોમાં પણ કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો થવાની શક્યતા છે. આ ફેરફાર ખાસ કરીને નાના વેપારીઓ અને ઉદ્યોગકારો માટે રાહતરૂપ બની શકે છે. અહેવાલો અનુસાર, GST રિફંડની પ્રક્રિયાને ઝડપી બનાવવા અને વેપારીઓ પર દસ્તાવેજોનું ભારણ ઘટાડવા માટે કેટલીક કેટેગરીમાં ઓટોમેટિક રિફંડ મંજૂરીની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. આ ઉપરાંત વાર્ષિક ₹5 કરોડથી ઓછું ટર્નઓવર ધરાવતા અને સીધા ગ્રાહકોને માલ અથવા સેવાઓ આપતા વેપારીઓ માટે નવી રિટર્ન વ્યવસ્થા લાગુ કરવાની તૈયારી છે. આ ફેરફારથી નાના વેપારીઓને GST સંબંધિત કામગીરીમાં સરળતા મળી શકે છે.

SIM કાર્ડના નિયમોમાં મોટો ફેરફાર, હવે કોલ કરનારનું નામ દેખાશે

મોબાઇલ યુઝર્સ માટે પણ 1 નવેમ્બરથી મહત્વપૂર્ણ ફેરફાર થવાનો છે. ટેલિકોમ વિભાગ (DoT) દ્વારા કોલિંગ નેમ પ્રેઝન્ટેશન (CNAP) સિસ્ટમ લાગુ કરવાની દિશામાં પગલાં લેવામાં આવ્યાં છે. આ સિસ્ટમ હેઠળ મોબાઇલ પર ઇનકમિંગ કોલ આવે ત્યારે કોલ કરનાર વ્યક્તિનું નામ સ્ક્રીન પર દેખાડવાની વ્યવસ્થા કરવામાં આવશે. અત્યાર સુધી અજાણ્યા નંબર પરથી આવતા કોલની ઓળખ કરવા માટે લોકો Truecaller જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરતા હતા. પરંતુ CNAP સિસ્ટમ લાગુ થયા બાદ ટેલિકોમ કંપનીઓના નેટવર્ક દ્વારા જ કોલ કરનારનું નામ દર્શાવવાની વ્યવસ્થા કરવામાં આવશે. આ પગલાથી ફ્રોડ કોલ, સ્પામ કોલ અને અજાણ્યા નંબરથી થતી છેતરપિંડીને નિયંત્રિત કરવામાં મદદ મળી શકે છે.

 

 

You Might Also Like

ત્યાગમૂર્તિ સરદાર વલ્લભભાઈ પટેલ

ગ્રાહકોને દિવાળી ભેટ : જીયો 21.36 ટકાએ ખુલ્યો

જ્યારે ઘર ગોળ હોય….

કાલે લાલ કિલ્લા પરથી તિરંગો લહેરાવશે મોદી

UPI પેમેન્ટ હવે સંપૂર્ણ ફ્રી નહીં રહે?

Share This Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Email Copy Link Print
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
 NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર
ગુજરાતરાજકોટ

 NDPS કેસમાં હાઈકોર્ટનો મહત્વનો ચુકાદો : ચાર્જશીટ રજૂ થયા વિના આરોપીના જામીન મંજૂર

Editor By Editor 4 days ago
હું આખી જીંદગી ગુજરાતનો ઋણી રહીશ: વડાપ્રધાન
મંત્રી જીતુભાઇ કારીગર બન્યા, ગાંઠિયા-મરચા તળ્યા
સરદાર પટેલની જન્મજયંતિએ પૂર્વ સાંસદ રામભાઈ મોકરીયાએ પુષ્પાંજલિ અર્પણ કરી
દિવાળી પહેલાં દારૂનો સ્ટોક ઠાલવતા બુટલેગરો ગ્રામ્ય પોલીસના સકંજામાં : ચાર સ્થળે દરોડા
- Advertisement -
Ad imageAd image
agragujaratnewsagragujaratnews
Follow US
© Agra Gujarat 2023 All Rights Reserved.
  • About US
  • Complaint
  • Advertise
  • Privacy Policy
Join Us!

Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..

અહોયા ક્લિક કરો અને જોડાઈ જાવ અમારા વોટ્સએપ ગ્રુપમાં..
Welcome Back!

Sign in to your account

Lost your password?