- આજે સુપ્રિમકોર્ટમાં હાજર થઇ શકે છે યોગગુરુ
- IMAએ સુપ્રિમ કોર્ટમાં કરી છે અરજી
- ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં હાજર થયા બાબા રામદેવ
યોગ ગુરુ રામદેવ આજે સુપ્રીમ કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર થયા છે. પતંજલિ આયુર્વેદ પર ભ્રામક જાહેરાતો આપવાના કેસમાં કોર્ટે યોગ ગુરુ રામદેવ અને કંપનીના એમડી બાલકૃષ્ણને વ્યક્તિગત રીતે હાજર થવાનો આદેશ આપ્યો હતો.
સુપ્રિમ કોર્ટે વ્યક્ત કરી હતી નારાજગી
મહત્વનું છે કે સુપ્રીમ કોર્ટે પતંજલિને નિર્દેશોનું પાલન ન કરવા પર નારાજગી વ્યક્ત કરી હતી. સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પતંજલિ પાસેથી માફી પણ માંગવામાં આવી હતી. કંપનીએ કહ્યું હતું કે અમારો એકમાત્ર ઉદ્દેશ્ય દેશના નાગરિકોને અમારા ઉત્પાદનોનો ઉપયોગ કરીને સ્વસ્થ જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે.
જાહેરાતો બંધ કરવા આપ્યો હતો આદેશ
મહત્વનું છે કે અગાઉ 27 ફેબ્રુઆરીએ કોર્ટે પતંજલિને તમામ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા પર તાત્કાલિક અસરથી જાહેરાતો બંધ કરવા કહ્યું હતું. કોર્ટે કહ્યું હતું કે આ જાહેરાતોમાં તમે તમારી દવાઓ વિશે ખોટા દાવા કર્યા છે. તેથી આવી જાહેરાતો તાત્કાલિક અસરથી પાછી ખેંચી લેવી જોઈએ. આટલું જ નહીં, કોર્ટે કેન્દ્ર સરકારને પણ આડે હાથ લીધી હતી.
શું છે મામલો ?
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં કહેવામાં આવ્યું હતું કે પતંજલિ તેની દવાઓ અંગે ખોટા દાવા કરી રહી છે. તેની ઝુંબેશ ઈલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયામાં ચાલી રહી છે. IMAએ સુપ્રીમ કોર્ટમાં આવી ઘણી જાહેરાતોના ઉદાહરણો પણ આપ્યા હતા, જેમાં એલોપેથીની દવા અને તેના ડોક્ટરોને હલકી ગુણવત્તાવાળા ગણાવવામાં આવ્યા હતા. એટલું જ નહીં, IMAએ કહ્યું કે આયુર્વેદિક દવાઓનું ઉત્પાદન કરતી ઘણી કંપનીઓ પણ આવું જ કરે છે. આમાંની કેટલીક જાહેરાતોમાં એવું કહેવામાં આવ્યું હતું કે એલોપેથી દવાની પદ્ધતિ હેઠળ સારવાર લઈ રહેલા લોકો પોતે જ મૃત્યુનો શિકાર બની રહ્યા છે.


