- ધરપકડના વિરોધમાં કેજરીવાલે કોર્ટમાં કરી હતી અરજી
- અરજી મામલે EDએ કોર્ટમાં લેખિત જવાબ રજૂ કર્યો
- કેજરીવાલ દ્વારા મની લોન્ડરિંગ આચર્યું જે PMLAની કલમ 70 હેઠળ આવે છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મંગળવારે ધરપકડ વિરુદ્ધ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો જવાબ રજૂ કર્યો. સીએમ કેજરીવાલે ધરપકડ વિરુદ્ધ દિલ્હી હાઈકોર્ટમાં અરજી કરી છે. બાદમાં હાઈકોર્ટે ED પાસે જવાબ માંગ્યો હતો. EDએ કથિત લિકર પોલિસી સ્કેમ મામલે મની લોન્ડરિંગ કેસમાં સીએમ કેજરીવાલની ધરપકડ કરી છે.
EDએ કોર્ટમાં દાખલ કરેલા પોતાના જવાબમાં જાનવ્યું છે કે આમ આદમી પાર્ટીએ સીએમ અરવિંદ કેજરીવાલ દ્વારા મની લોન્ડરિંગ આચર્યું હતું અને આ ગુનો PMLAની કલમ 70 હેઠળ આવે છે. ઉપરાંત, ED દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબમાં જણાવવામાં આવ્યું હતું કે, આમ આદમી પાર્ટી (AAP)ને લિકર પોલિસી સ્કેમમાંથી મળેલા નાણાંનો સૌથી વધુ ફાયદો મળ્યો છે. આ નાણાંમાંથી લગભગ 45 કરોડ રૂપિયાની રોકડનો ઉપયોગ ગોવા વિધાનસભા ચૂંટણી 2022 દરમિયાન AAPના ચૂંટણી પ્રચારમાં કરવામાં આવ્યો છે.


