- વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં જંગી ચૂંટણી સભાને સંબોધન કર્યું
- મોદીએ મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં જંગી ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું
- પાછલા 10 વર્ષનું મોદીનું કામ તો ફક્ત ટ્રેલર હતું હજું તો ઘણા આગળ જવાનું છે : પીએમ
વડાપ્રધાન મોદીએ મંગળવારે ઉત્તરાખંડના રુદ્રપુરમાં જંગી ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. વડાપ્રધાને ઉત્તરાખંડની પ્રજાને વચન આપતાં જણાવ્યું હતું કે ત્રીજી ટર્મમાં તમને 24 કલાક વીજળી પ્રાપ્ત થશે અને વીજળીનું બિલ પણ શૂન્ય હશે. તેમણે ઉમેર્યું હતું કે ત્રીજી ટર્મમાં ભ્રષ્ટાચાર પર તીવ્ર પ્રહાર કરવામાં આવશે તે ગેરંટી આપવા હું અહીં આવ્યો છું. તેમણે ઉમેર્યું હતું કે આગામી પાંચ વર્ષમાં વધુ મોટા નિર્ણયો કરવામાં આવશે. વડાપ્રધાને જનતાને જણાવ્યું હતું કે તેઓ મોજ કરવા માટે પેદા થયા નથી પણ મહેનત કરવા પેદા થયા છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાછલા 10 વર્ષનું મોદીનું કામ તો ફક્ત ટ્રેલર હતું હજું તો ઘણા આગળ જવાનું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે ઉત્તરાખંડનું સપનું મોદીનું સપનું છે. સભા પૂર્ણ થયા બાદ વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાયો હતો જેમાં હજારો લોકો રોડની બન્ને બાજુએ વડાપ્રધાનની એક ઝલક મેળવવા રાહ જોઇને ઊભા રહ્યા હતા. વડાપ્રધાને પણ સતત ગાડીની બહાર રહીને લોકોને રાજી કર્યા હતાં.
પ્રચાર રેલી છે કે પછી વિજય રેલી : વડાપ્રધાનની ટિપ્પણી
વડાપ્રધાન માટેની રેલીની વ્યવસ્થા ટૂંકી પડી હતી. મંડપમાં હતા તેનાથી ઘણા વધારે લોકો મંડપની બહાર ગરમીમાં શેકાતા શેકાતા વડાપ્રધાનને સાંભળવા બેસી રહ્યા હતા. વડાપ્રધાને આ બદલ દિલગીરી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તડકામાં તપવાની તમારી તપસ્યાને બેકાર નહી જવા દઉં. સાથે ટિપ્પણી પણ કરી હતી કે આ જંગી ભીડને જોઇને એ નક્કી કરી શકાતું નથી કે આ કોઇ પ્રચાર સભા છે કે પછી વિજય રેલી. હું વિકાસ કરીને રાજ્યને પરત આપીશ.


