- અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામમાં વરસાદ
- છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા
- કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન
હવામાન ખાતાની આગાહીના પગલે રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદનું આગમન થયું છે. જેના કારણે ભર ચૈત્રે અષાઢી માહોલ જામ્યો છે. જેના કારણે એક તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે, જ્યાં બીજી તરફ લોકોને ગરમીમાં રાહત મળી રહી છે. આ વચ્ચે દાહોદ, બનાસકાંઠા અને છોટા ઉદેપુરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ પડ્યો છે.
રાજ્યમાં ઉનાળામાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેના વચ્ચે છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા છે. દાંતા તાલુકામાં વાતાવરણમાં પલટો આવ્યો અને અંબાજી, ભાણપુર અને હડાદ તેમજ આજુબાજુના વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે. કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન પહોંચ્યું છે. જેથી ખેડૂતોની ચિંતા વધી છે.
છોટા ઉદેપુરમાં વરસાદી ઝાપટા
આ છોટા ઉદેપુરના કવાંટ પંથકમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જેમાં કવાંટના નાનાઈ ટોકરી, મોટી ટોકરી ગામમાં વરસાદ પડ્યો છે. તેમજ મોતાઘોડા, ગોઝારીયા, સમલવાંટમાં વરસાદી ઝાપટા પડ્યા છે. વિવિધ ભાગોમાં વીજળીના કડાકા સાથે વરસાદી ઝાપટા પડયા છે. આ સાથે જ કમોસમી વરસાદથી મકાઈ, તુવેરના ઊભા પાકને નુક્સાન થયું છે.

બનાસકાંઠામાં રસ્તાઓ પર પાણી ફરી વળ્યું
જ્યારે બનાસકાંઠા જિલ્લામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. દાંતા તાલુકામાં કમોસમી વરસાદ શરૂ થયો છે. જેના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. અંબાજી, ભાણપુર અને હડાદ સહિતના ગામમાં વરસાદ પડ્યો છે. આ સાથે જ કમોસમી વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યું છે.

દાહોદમાં કરા સાથે ધોધમાર વરસાદ
ભર ઉનાળે દાહોદમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. જેમાં લીંબડી, વરોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભર ઉનાળે દાહોદમાં વરસાદ શરૂ થવાના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. અગાઉ હવામાન વિભાગે રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદની આગાહી કરી હતી.


