૧૨૦૦ વાહનોની ૮ કી.મી લાંબી લાઈનો લાગી
રાજકોટ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પુરતા ભાવો મળતા હોવાના કારણે અન્ય જીલ્લામાંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે આવી રહ્યા છે જેમાં ગઈકાલે ૧.૧૦ લાખ મણ ધઉની તથા અંદાજે ૮૦ થી ૧ લાખ મણ ચણાની મબલક આવક થઈ હતી અને ૮ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી.
રાજકોટ બેડી યાર્ડમાં ખેડૂતોને પુરતા પ્રમાણમાં સારા ભાવો મળતા હોવાના કારણે અન્ય જીલ્લામાંથી પણ ખેડૂતો પોતાનો માલ વેચવા માટે આવતા હોય છે જેમાં ગઈકાલે માર્કેટ યાર્ડમાં ધઉની ૧.૧૦ લાખ તથા ચણાની ૮૦ હજારથી ૧ લાખ મણ ચણાની મબલક પ્રમાણમાં આવક થઈ હતી. નાના મોટા ૧૨૦૦ વાહનો લઈને ખેડૂતો માલ વેચવા માટે આવતા ૮ કિલોમીટર વાહનોની લાંબી કતારો લાગી હતી. માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોધરા તથા ડિરેક્ટરો દ્વારા માલની ઉતરાઈ કરાવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી હતી.


