- બૈસાખી પહેલા અમેરિકન સંસદમાં શીખ ધર્મની ચર્ચા
- અમેરિકન સાંસદ ટોમ સુઓજી ગણાવ્યા શીખ ધર્મના વિચારો
- “તમામ મનુષ્યોનો રચનાકાર એક જ જે તેમની અંદર છે”
ન્યુયોર્કના એક પ્રભાવશાળી નેતાએ બૈસાખી પહેલા અમેરિકન સંસદમાં શીખ ધર્મને લઈને મોટું નિવેદન આપ્યું છે. અમેરિકન સાંસદે સંસદમાં કહ્યું છે કે શીખ ધર્મ શીખવાડે છે કે તમામ મનુષ્યો એક પરિવાર તરીકે એક બીજા સાથે જોડાયેલા છે.
ટોમ સુઓજીએ મંગળવારે કહ્યું છે કે ગુરુ ગોવિંદ સિંહે 1699માં ખાલસા સમુદાયની સ્થાપન કરી હતી જેનો એક માત્ર ઉદ્દેશ્ય તમામ લોકોની ગરિમાને જાળવી રાખવાની અને માનવધિકારોની રક્ષા કરવાની છે પછી તે રાષ્ટ્રીયતા, જ્ઞાતિ, ધર્મ અથવા સામાજિક સ્થિતિ કોઈપણ હોય. તેમણે કહ્યું કે, ‘શીખ ધર્મ શીખવાડે છે કે તમામ મનુષ્યો એક પરિવાર તરીકે એક-બીજા સાથે જોડાયેલા હોય છે અને તેમના રચનાકાર એક જ હોય છે જે તેમની અંદર હોય છે.
13 એપ્રિલે ઉજવવામાં આવશે બૈસાખીનો તહેવાર
સુઓજીએ સદનમાં કહ્યું કે, “હું અહીં 13 એપ્રિલ, 2024 ના રોજ બૈસાખીની 325મી વર્ષગાંઠની ઉજવણી કરવા આવ્યો છું અને ગુરુ ગોવિંદ સિંહની વિરાસતમાં સ્વતંત્રતા, સમાનતા અને ધાર્મિક સ્વતંત્રતા સહિતના મૂલ્યોને મહત્વ આપ્યું જેને આપણે અમેરિકનો માનીએ છીએ. તેમણે કહ્યું કે શીખ ધર્મ એ પણ શીખવે છે કે દરેક વ્યક્તિનું ગૌરવ છે અને તે આદર અને કરુણાને પાત્ર છે.


