લોકસભાની ચુંટણી 7મી મેએ યોજાનાર છે. ત્યારે ભાજપ દ્વારા જોરશોરથી ચુંટણી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ભાજપે સ્ટાર પ્રચારકોની યાદી પણ જાહેર કરી છે. ભાજપના રાજયસભાના સાંસદ રામભાઈ મોકરીયાને ભાજપના સ્ટાર પ્રચારક બનાવવામાં આવ્યા છે.થોડા દિવસ પહેલા ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરવામાં આવી છે. જેમાં નરેન્દ્રભાઈ મોદી, જે.પી.નડ્ડા, રાજનાથસિંહ, અમીતભાઈ શાહ સહીત 40 સ્ટાર પ્રચારકો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી રામભાઈ મોકરીયાનું નામ પણ જાહેર થયું છે. તેઓ હવે સ્ટાર પ્રચારક તરીકે જુદી જુદી ચુંટણી સભાઓ સંબોધશે.


