ફોર્મ ભરતા પૂર્વે ધર્મસ્થાને આર્શિવાદ લઇ રોડ-શો થયો, ‘રૂપાલા તુમ આગે બઢો, હમ તુમારે સાથે હૈ’ના ગગનભેદી નારા સાથે હજારો સમર્થકો જોડાયા
રાજકોટ લોકસભાના ભાજપના લડાયક ઉમેદવાર પરસોતમ રૂપાલાએ આજે અભૂતપૂર્વ કહી શકાય તેવા શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી ફોર્મ ભરતા પૂર્વે શહેરના મંગળા રોડ પર આવેલા માઇ મંદિર અને જાગનાથ મહાદેવ મંદિરે આર્શિવાદ લીધા હતા. જાગનાથથી બહુમાળી ભવન ચોક સુધી વિશાળ રોડ-શો યોજાયો હતો. જેમા હજારોની સંખ્યામાં સમર્થકો જોડાયા હતા.
પરસોતમ રૂપાલાના સમર્થનમાં માત્ર રાજકોટ શહેર જ નહીં પણ લોકસભા બેઠકના તમામ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને બીન રાજકીય સમર્થકો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. રૂપાલા સાથે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી, કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઇ વાળા, પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ભરત બોઘરા સહિતના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. માઇ મંદિર અને જાગનાથ મહાદેવને ત્યા શિશ ઝૂંકાવ્યા બાદ હજારો કાર્યકર્તાઓ સાથે રોડ-શો યોજીને બહુમાળી ભવન ચોક ખાતે સભા સ્થળે પહોંચ્યા હતા.


