- ન્યૂઝીલેન્ડે પાક.માં બેસીને IPL નો આનંદ માણ્યો
- બંને ટીમો વચ્ચે ગુરુવારે પ્રથમ ટી20 મુકાબલો રમાશે
- ભારતીય ક્રિકેટ ટીમ આઇપીએલમાં રમીને સીધી ટી20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક રવાના
છેલ્લા 17 મહિનામાં ત્રીજી વખત પાકિસ્તાનનો પ્રવાસ ખેડી રહેલી ન્યૂઝીલેન્ડની ટીમ ઇસ્લામાબાદ ખાતેની હોટેલમાં બેસીને આઇપીએલની મેચો નિહાળવાનો આનંદ માણી રહી છે. બંને ટીમો વચ્ચે ગુરુવારે પ્રથમ ટી20 મુકાબલો રમાશે. ભારતીય ક્રિકેટ ટીમ આઇપીએલમાં રમીને સીધી ટી20 વર્લ્ડ કપ માટે ન્યૂયોર્ક રવાના થશે. બીજી તરફ્ કિવિ ટીમ પાંચ ટી20 મુકાબલા બાદ પાકિસ્તાનથી સીધી ન્યૂયોર્કની ફ્લાઇટ પકડશે. શ્રેણીની પ્રારંભિક ત્રણ મેચ રાવલપિંડીમાં તથા બાકીની બંને લાહોરમાં રમાશે. બાબર આઝમ સુકાની તરીકે પાછો ર્ફ્યો છે. પાકિસ્તાન ટીમમાં નિવૃત્તિમાંથી પાછો બહાર આવેલો મોહમ્મદ આમિર તથા ઇમદ વસીમ પણ પુનરાગમન કરશે. પેસ બોલર આમિર ફિક્સિંગના આક્ષેપોનો સામનો કરી ચૂક્યો છે.
ન્યૂઝીલેન્ડના મુખ્ય ખેલાડીઓ આઇપીએલમાં રમી રહ્યા છે જેના કારણે તેની બી-ટીમ પાકિસ્તાન પહોંચી છે. કિવિ ટીમ છેલ્લા 17 મહિનામાં ત્રીજી વખત પાકિસ્તાનનો પ્રવાસ ખેડી રહી છે. આ પહેલાં બંને ટીમો વચ્ચેની ટેસ્ટ શ્રેણી ડ્રો થઈ હતી પરંતુ વન-ડેમાં કિવિ ટીમે બાજી મારી હતી. 2023માં પાકિસ્તાને વન-ડે શ્રેણી 4-1થી જીતી હતી. ચાલુ વર્ષે ટી20માં કિવિ પ્રવાસે પાકિસ્તાનનો 4-1થી પરાજય થયો હતો.


