- ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે મહાયુદ્ધનું સંકટ તોળાઇ રહ્યુ છે
- ઇઝરાયેલ દ્વારા ઇરાન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓના સમાચાર સતત આવી રહ્યા છે
- ઇરાનના ઇસ્ફહાન શહેરમાં ભારે વિસ્ફોટના કાન ફાડી નાખતા અવાજો ડરાવી રહ્યા છે
ઇરાન અને ઇઝરાયેલ વચ્ચે મહાયુદ્ધનું સંકટ છે, ઇઝરાયેલ દ્વારા ઇરાન પર મિસાઇલ અને ડ્રોનથી હુમલાઓના સમાચાર સતત આવી રહ્યા છે ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકા વચ્ચે એક મીડિયા રિપોર્ટ અનુસાર ઇરાનના ઇસ્ફહાન શહેરમાં ભારે વિસ્ફોટના કાન ફાડી નાખતા અવાજોથી હચમાચાવી દીધા હતા.
આ હુમલાને લઇને બંને દેશો ભેદી રીતે મૌન સેવી રહ્યા છે
આ જ શહેરમાં ઇરાને એક પરમાણુ વેપન રાખ્યો છે જેના પર ઇઝરાયેલે હુમલો કર્યો છે. આ હુમલાને લઇને બંને દેશો ભેદી રીતે મૌન સેવી રહ્યા છે કોઇ મગનુ નામ મરી પાડવા તૈયાર નથી. આ હુમલાને લઇને કોઇ અધિકારીક નિવેદન સામે આવ્યુ નથી જો કે અમેરિકાએ આ હુમલાની પુષ્ટી કરી છે. ઇરાનની અર્ધ સરકારી સમાચાર એજન્સી તસ્ત્રીને આ હુમલાઓને ખોટા ગણાવ્યા છે અને કહ્યુ છે કે ખોટી અફવા ફેલાવવામાં આવી રહી છે જુઠ્ઠાણાઓ ફેલાવવામાં આવી રહ્યા છે. ઇમ્તિહાનનું પરમાણિ કેન્દ્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે.
શહેરના પૂર્વિ વિસ્તારમાં ધમાકાઓ અને શંકાસ્પદ વસ્તુઓને નિશાન બનાવવામાં આવ્યા છે
એક વરિષ્ઠ અધિકારીએ આ અંગે પ્રકાશ પાડતા કહ્યુ કે શહેરના પૂર્વિ વિસ્તારમાં ધમાકાઓ અને શંકાસ્પદ વસ્તુઓને નિશાન બનાવવામાં આવ્યા છે અને એક એરક્રાફ્ટ મિસાઇલનાકારણે આ અવાજ આવ્યો હતો. અઝરાયેલના મિ,સાઇલ હુમલા વચ્ચે ઇરાને શુક્રવારે એર ડિફેન્સ સિસ્ટમ એક્ટિવ કરી દીધી છે.
પરમાણું સ્થળો એ ડ્રાન દ્વારા નિશાન બનાવાયા છે
ઇરાનની એક સરકારી એજન્સીએ ઇરાનની સરકારી ટેલિવિઝન પર પ્રસારિત થતા સમાચારનો હવાલો આપી કહ્યુ કે પરમાણું સ્થળો એ ડ્રાન દ્વારા નિશાન બનાવાયા છે. શુક્રવારે મધ્ય ઇરાન અને ઇસ્ફહાન શહેર પાસે સૈન્ય હવાઇ હુમલો કર્યો હતો.


