- ચડોતર ગામે સમૂહલગ્નમાં ગેનીબેને પાઠવી શુભેચ્છા
- ઠાકોર સમાજના સમૂહલગ્નમાં ગેનીબેને આપી સલાહ
- ધંધા-રોજગાર સેટ ના થાય ત્યાં સુધી ના બાંધતા પારણું: ગેનીબેન
પાલનપુરમાં ગેનીબેન ઠાકારે નવદંપતીઓને સૂચન કર્યું છે. જેમાં ચડોતર ગામે સમૂહલગ્નમાં ગેનીબેન ઠાકારે શુભેચ્છા પાઠવી ઠછે. તેમજ જણાવ્યું છે કે સ્વનિર્ભર ન થાઓ ત્યાં સુધી પારણું ન બાંધતા. ધંધા-રોજગાર સેટ ના થાય ત્યાં સુધી ના બાંધતા પારણું. જેમાં ઠાકોર સમાજના સમૂહલગ્નમાં ગેનીબેને સલાહ આપી છે.
પારણું બાંધવા ઉતાવળ ન કરે તેવી ગેનીબેને સલાહ આપી
બનાસકાંઠાના પાલનપુરમાં ચડોતર ગામે ઠાકોર સમાજના સમૂહ લગ્નમાં નવદંપત્તિઓને લઇ કોંગ્રેસ ઉમેદવાર ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે. જેમાં નવ દંપત્તિઓને શુભેચ્છા પાઠવી જ્યાં સુધી સ્વનિર્ભર ન થાય ત્યાં સુધી પારણું ન બાંધવા ગેનીબેને નવ દંપત્તિઓને વિનંતી કરી છે. જ્યાં સુધી તમામ પરીક્ષાઓ આપવાની હોય ધંધા રોજગાર સેટ કરવાના હોય તે સેટ ન થાય ત્યાં સુધી પારણું બાંધવા ઉતાવળ ન કરે તેવી ગેનીબેને સલાહ આપી છે.
2017ની ચૂંટણીમાં લોકોએ જ ખર્ચ ઊપાડ્યો હતો: ગેનીબેન ઠાકોર
અગાઉ ગેનીબેન ઠાકોરે કહ્યું હતું કે હકીકતમાં તો આ પહેલી વખત નથી. મારી ચૂંટણી તો શરૂઆતથી લોકો જ લડ્યા છે. 2017ની ચૂંટણીમાં લોકોએ જ ખર્ચ ઊપાડ્યો હતો. આ પ્રણાલિકા હતી. 2017માં પણ હાઇ પ્રોફાઇલ ચૂંટણી હતી. આ સમયે મારી પાસે ચૂંટણી લડવા રૂપિયા નહોતા તો લોકોએ જ ખર્ચ ઊપાડવાનું નક્કી કરી લીધું હતું. બહારથી મતદારો પણ સ્વખર્ચે આવ્યા હતા અને મને વોટ આપ્યો હતો. આમ, એ સમયથી હું લોકો પાસેથી ફાળો ભેગો કરીને જ ચૂંટણી લડું છું. લોકો એકબીજાનું જોઈ અને મદદ કરે છે. આગેવાનો સભાના આગળના દિવસે ભેગા થાય અને બધા લોકો સહિયારી રીતે રકમ નક્કી કરે અને એક્ઠા થઈ રૂપિયા આપે છે. અત્યાર સુધીમાં મારો કોઇ અંગત ખર્ચ થયો જ નથી. જે ખર્ચ થયો છે તે લોકોએ આપેલા ફંડમાંથી જ થયો છે.


