- માલદીવમાં સાંજે 4 વાગ્યા સુધી 1,81,406 લોકોએ મતદાન કર્યું
- માલદીવ અને અન્ય ત્રણ દેશોમાં કુલ 602 મતપેટીઓ લગાવાઇ
- ભારતના તિરુવનંતપુરમ, શ્રીલંકામાં કોલંબો, મલેશિયામાં કુઆલાલંપુરનો સમાવેશ
માલદીવમાં સંસદીય ચૂંટણી માટે માલદીવ અને અન્ય ત્રણ દેશોમાં કુલ 602 મતપેટીઓ લગાવવામાં આવી છે. તેમાં ભારતમાં તિરુવનંતપુરમ, શ્રીલંકામાં કોલંબો અને મલેશિયામાં કુઆલાલંપુરનો સમાવેશ થાય છે. માલદીવમાં કુલ 93 મતવિસ્તારો માટે સાંસદો ચૂંટાશે.
માલદીવ સંસદીય ચૂંટણીમાં 63.73 ટકા થયું મતદાન
માલદીવના લોકોએ રવિવારે સંસદીય ચૂંટણીમાં મતદાન કર્યું. રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુ માટે આને લિટમસ ટેસ્ટ તરીકે જોવામાં આવી રહ્યું છે. આ વખતે ભારત અને ચીન બંને તેની નીતિઓ પર નજીકથી નજર રાખી રહ્યા છે. ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર ભારતીય સમય અનુસાર સાંજે 4 વાગ્યા સુધી 1,81,406 લોકોએ મતદાન કર્યું હતું. જેના કારણે 63.73 ટકા મતદાન થયું હતું. તમને જણાવી દઈએ કે, તેમાં 88,230 મહિલાઓ અને 93,176 પુરૂષો સામેલ છે. જોકે, લગભગ 2,84,000 લોકો મતદાન કરવા માટે લાયક હતા.
માલદીવ અને અન્ય ત્રણ દેશોમાં કુલ 602 મતપેટીઓ લગાવાઇ
સંસદીય ચૂંટણી માટે માલદીવ અને અન્ય ત્રણ દેશોમાં કુલ 602 મતપેટીઓ લગાવવામાં આવી છે. ત્રણ દેશોમાં મતદાન માટે બેલેટ બોક્સ રાખવામાં આવ્યા છે. તેમાંથી ભારતમાં તિરુવનંતપુરમ, શ્રીલંકામાં કોલંબો અને મલેશિયામાં કુઆલાલંપુર છે. માલદીવમાં કુલ 93 મતવિસ્તારો માટે સાંસદો ચૂંટાશે. આમાં, મુઈજ્જુ પીપલ્સ નેશનલ કોંગ્રેસ (PNC) અને મુખ્ય વિપક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) અને સ્વતંત્ર ઉમેદવારો સહિત છ પક્ષોના 368 ઉમેદવારો પણ ચૂંટણી લડશે.
ચીનનું ‘દેવું જાળ’
માલદીવ હિંદ મહાસાગર ક્ષેત્રમાં ભારતનો મુખ્ય દરિયાઈ પડોશી દેશ છે. અને ભારત સરકારની ‘SAGAR’ અને ‘નેબરહુડ ફર્સ્ટ પોલિસી’ જેવી પહેલોમાં વિશેષ સ્થાન ધરાવે છે. બીજી તરફ, ચીન તેની ડેટ-વોટર ડિપ્લોમસી દ્વારા IORમાં તેની હાજરી વધારી રહ્યું છે. જે હિંદ મહાસાગરમાં આવતા દેશોમાં લશ્કરી નેટવર્ક બનાવવાની વ્યૂહાત્મક પહેલ છે. સંસદીય ચૂંટણીમાં રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુને ચીન તરફના ઝુકાવ અને ભારતથી દૂરીનું પરિણામ ભોગવવું પડી શકે છે. ભારતને આશા છે કે મુખ્ય વિપક્ષ અને ભારત તરફી પક્ષ માલદીવિયન ડેમોક્રેટિક પાર્ટી (MDP) બહુમતી જીતશે
રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈજ્જુએ મતદાન કર્યું
મુઈઝુએ પોતાનો મત આપ્યા પછી પત્રકારો સાથે વાત કરી. જેમાં તેમણે કહ્યું કે મતદાન એ બંધારણીય અધિકાર છે અને દરેક નાગરિકને આપવામાં આવેલી જવાબદારી છે. તમામ નાગરિકોએ શક્ય તેટલી વહેલી તકે બહાર આવીને તેમના મતદાનના અધિકારનો ઉપયોગ કરવો જોઈએ. લાયક મતદારોની જવાબદારી છે કે તેઓ સાંજ સુધી રાહ ન જુએ અને તરત જ પોતપોતાના મતદાન મથકો પર જઈને મતદાન કરે..


