- વાંદરીયા ગામે મનસુખ વસાવાનો નીકળ્યો વરઘોડો
- મનસુખ વસાવાને ઘોડા ઉપર બેસાડી કાઢ્યો વરઘોડો
- ગામની મહિલાઓએ પુષ્પગુચ્છ ઉડાવીને કર્યું સ્વાગત
લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાના મતદાનને લઈને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે તમામ રાજકીય પક્ષો પ્રચંડ પ્રચારમાં જોતરાઈ ગયા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ બે દિવસમાં 6 જાહેર સભાઓ સંબોધી ચૂક્યા છે. ત્યારે, ગુજરાતની લોકસભા બેઠકો પરના ઉમેદવારો પણ પોતાના પ્રચારમાં કોઈ ઉણપ નથી છોડવા માંગતા. ભરૂચથી ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ પણ આજે પ્રચંડ ચૂંટણી પ્રચાર કર્યો હતો.
ફૂલોની પુષ્પગુચ્છ ઉડાવીને સ્વાગત
મળતી માહિતી પ્રમાણે, ભરૂચ જિલ્લાના વાલીયા તાલુકાના વાંદરીયા ગામે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાનો ભવ્ય વિજયી વિશ્વાસ વરઘોડો કાઢવામાં આવ્યો હતો. મનસુખ વસાવાને ઘોડા ઉપર બેસાડીને વરઘોડો કાઢવામાં આવ્યો હતો. તો સાથે સાથે, પ્રચાર માટે કાઢવામાં આવેલ વરઘોડા દરમિયાન, વાંદરિયા ગામની મહિલાઓએ ગુલાબના ફૂલોની પુષ્પગુચ્છ ઉડાવીને સ્વાગત કર્યું હતું.

ધારાસભ્ય રિતેશ વસાવા પણ રહ્યા હાજર
મહત્વનું છે કે, વાંદરીયા ગામે કાઢવામાં આવેલ ભાજપના વિજયી વિશ્વાસ વરઘોડામાં ધારાસભ્ય રિતેશ વસાવા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિ અટોદરીયા પણ હજાર રહ્યા હતા. તો વરઘોડા દરમિયાન ‘એક જ ચાલે વસાવા ચાલે’ના સોન્ગ ઉપર વાંદરિયા ગામના મતદારો ઝુમી ઉઠયા હતા. વરઘોડા દરમિયાન ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ નિવેદન આપતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.


