- ઉપદેશ રાણા ને જાન થી મારી નાખવાની ધમકી સતત મળતી હતી
- ગોડાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી ફરિયાદ
- ઉપદેશ રાણા એ સુરતમાં પોલીસ ફરિયાદ કરાવી હતી
સુરત શહેરમાં ઉપદેશ રાણા નામના હિંદુ નેતાને ધમકી આપવાના કેસમાં પોલીસને સફળતા મળી છે. હિંદુ નેતાને પાકિસ્તાન નંબરથી ધમકી આપનાર મૌલવીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉપદેશ રાણાને જાનથી મારી નાખવાની ધમકી આપવાના કોલ આવતા તેને ગોડાદરા પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
ધમકીને પગલે હિંદુ નેતા ઉપદેશ રાણાને એસ કેટેગરીની સુરક્ષામાં આવી છે. જો કે પોલીસે જે પાકિસ્તાન નંબરથી ધમકી ભર્યો કોલ આવતા તેની સઘન તપાસ કરી તપાસનો રેલો એક મૌલવી સુધી પહોંચતા પોલીસે ફરિયાદના આધારે ધરપકડ કરી હતી.લોકસભાની ચૂંટણી અને પાકિસ્તાન નંબરથી ફોન આવવાને લઈ પોલીસે પણ આ કેસને ખૂબ ગંભીરતાથી લઈ તપાસનું પગેરું લંબાવ્યું હતું. જો કે પોલીસને પણ સફળતા મળી ગઈ હતી અને કેસને આધારે આગળની તપાસ હાથ ધરી છે.


