- યુવાનોને દેશના વિકાસ માટે મતદાન કરવા શંકર ચૌધરીની અપીલ
- યુવકો અને યુવતીઓને અધ્યક્ષ શંકર ચૌધરી અને સંસદ પરબતભાઈ પટેલની શુભેચ્છાઓ
- મતદાન બાકી રહી ન જાય તેના માટે તેઓએ અપીલ કરી હતી
બનાસકાંઠા લોકસભાની ચૂંટણીના પ્રચાર પડઘમ શાંત થયા છે ત્યારે બંને પાર્ટીઓ બે મહિનાથી પોતાની પાર્ટીને વધુમાં વધુ મતો મળે તેના માટે પ્રયાસો કરતા હતા.ત્યારે થરાદ વિધાનસભામાં 10284 યુવક અને યુવતીઓ પ્રથમ વખત મતદાન કરશે અને બનાસકાંઠા અને દેશનું ભાવી નક્કી કરશે જેમાં વિધાનસભાના અધ્યક્ષ અને થરાદના ધારાસભ્ય શંકરભાઈ ચૌધરીએ થરાદ વિધાનસભામાં પ્રથમ વખત મતદાન કરતા એવા યુવક અને યુવતીઓને અપીલ કરી હતી કે જે તમે પ્રથમ વખત મતદાન કરો છો અને તમે દેશના ભાવિ છો એટલા માટે તમારો મતદાન રાષ્ટ્ર માટે સનાતન હિંદુ ધર્મ ટકાવી રાખવા માટે તેમજ દેશના હિત માટે દેશના વિકાસ માટે પ્રથમ તમારૂ મતદાન કરજો તેવી અપીલ સાથે પહેલેથી શુભેચ્છાઓ પાઠવી હતી તેમજ બનાસકાંઠા સંસદ પરબતભાઈ પટેલે બનાસકાંઠા જિલ્લાના પ્રથમ વખત મતદાન કરનાર તમામ યુવક યુવતીઓને શુભેચ્છાઓ પાઠવી હતી અને કોઈ મતદાન બાકી રહી ન જાય તેના માટે તેઓએ અપીલ કરી હતી અને થરાદ વિધાનસભા વિસ્તારના પ્રથમ વખત મતદાન કરનાર યુવકો અને યુવતીઓ માં ઉત્સાહ જોવા મળીરહ્યો હતો અને જે લોકો બહાર અભ્યાસ કરતા હતા તેમજ નોકરી પર હતા તે લોકો પણ એ બધા પોતાના મતદાન વિસ્તારમાં આવી ગયા છે અને સાત તારીખે મતદાન કરવા ઉત્સાહભર તૈયારી બતાવી રહ્યા છે.


