- મહિલાઓ પાસેથી 1200 લેખે 9.60 લાખ રૂપિયા ઉઘરાવ્યા
- કોઈ પાસેથી એકપણ રૂપિયાની ઉઘરાણી કરી નથી: પદ્મિનીબા વાળા
- સમગ્ર મામલે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ
રાજકોટ ક્ષત્રિય આંદોલન સમિતિ વિવાદનો મામલો સામે આવ્યો છે. જેમાં આંદોલન સાથે જોડાયેલા પદ્મિનીબા વાળા સામે પૈસા ઉઘરવવામાં આવ્યાનો આરોપ લગાવ્યો છે. તેમાં 800 મહિલાઓ પાસેથી 1200 રૂપિયા લેખે લાખો રૂપિયા ઉઘરાવ્યાનો આરોપ છે. ત્યારે પદ્મિનીબા વાળાએ વળતો ઘા કર્યો છે.
સમગ્ર મામલે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ
સમગ્ર મામલે સાઈબર સેલમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે. આરોપ લગાવી બદનામ કરવામાં આવી રહ્યાની ફરિયાદ કરાશે. તેમજ પદ્મિનીબા વાળાનાં સમર્થનમાં તેમના ટેકેદાર ક્ષત્રિય મહિલાઓએ ઓડિયો ક્લિપ રિલીઝ કરી છે.
મહિલાઓ પાસેથી 1200 લેખે 9.60 લાખ રૂપિયા ઉઘરાવ્યા
પરશોત્તમ રૂપાલા વિવાદમાં ગુજરાતમાં ક્ષત્રિય આંદોલનની શરૂઆત કરનાર પદ્મિનીબા સામે આરોપ લગાવાયા છે. જેમા ક્ષત્રિય આંદોલન માટે સમાજની 800 જેટલી મહિલાઓ પાસેથી લાખો રૂપિયા ઉઘરાવ્યા હોવાના આક્ષેપો છે. રાજકોટમાં ભાજપના ઉમેદવારના વિવાદિત નિવેદનથી શરૂ થયેલ આંદોલનના પ્રણેતા એવા મહિલાએ આંદોલન માટે ક્ષત્રિય સમાજની 8૦૦ મહિલાઓ પાસેથી 1200 લેખે 9.60 લાખ રૂપિયા ઉઘરાવ્યા હોવાના સંકલન સમિતિના ગ્રુપમાં મેસેજ વાયરલ થયા છે. આ પ્રકારના મેસેજ વાયરલ થતા પદ્મિનીબાએ સાયબર ક્રાઈમ પોલીસમાં અરજી આપી આ વાતને વખોડી કાઢી છે.
કોઈ પાસેથી એકપણ રૂપિયાની ઉઘરાણી કરી નથી: પદ્મિનીબા વાળા
ખાસ કરીને ક્ષત્રિય સમાજના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ વાયરલ થઈ રહ્યો છે. એટલું જ નહીં આ મેસેજમાં એવું પણ લખવામાં આવ્યું છેકે, તેમના જેવા મહિલાઓથી દુર રહેવું. આવો મેસેજ વોટ્સઅપ ગ્રુપમાં વાયરલ થતા નવો વિવાદ ઉભો થયો છે. આ સંદર્ભે પદ્મીનીબા વાળા સાંજે સાયબર ક્રાઈમ પોલીસ મથકે અરજી કરવા પહોચ્યા હતા. જ્યાં તેમણે જણાવ્યું હતું કે આ મેસેજ તદન ખોટો છે પોતે આંદોલન પોતાના ખર્ચે જ ચલાવ્યું છે કોઈ પાસેથી એકપણ રૂપિયાની ઉઘરાણી કરી નથી.


