- અંદાડાના ખેડૂત ત્રણ વર્ષ અગાઉ બેંગ્લુરુથી 50 સફરજનના છોડ લાવ્યા હતા
- 40 ડિગ્રી તાપમાનમાં પણ ફળ આવતા સફરજનની ખેતીનો પ્રયોગ સફળ
- હાલ માં આ સફરજન ના છોડ ઉપર ફૂલ અને પછી ફ્ળ આવ્યા છે
અંકલેશ્વર તાલુકા ના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂતે કાશ્મીર હિમાચલ જેવા ઠંડા પ્રદેશ માં થતી સફરજન ની ખેતી નો નવો પ્રયોગ કર્યો છે.તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોર થી 50 જેટલા સફરજન ના છોડ લાવી પોતાના ખેતર માં વાવેતર કર્યું હતું જે પૈકી 20 જેટલા છોડનો ઉછેર થતા સફરજનનો પાક લહેરાય રહ્યો છે .
ખેડૂતોની સાહસિકતા, પ્રયોગશીલતા અને કૃષિ કુશળતા હંમેશાં નવાં પરિમાણો અને પાકો આપે છે. સફરજન આમ તો હિમાચલપ્રદેશ જેવા શીત પ્રદેશનો પાક છે. એનો ઉછેર ગુજરાતના ગરમ વાતાવરણમાં કરવાનો વિચાર પહેલી દૃષ્ટિએ અચરજ પમાડે છે ,ત્યારે અંકલેશ્વર તાલુકાના અંદાડા ગામના પ્રગતિશીલ ખેડૂત શશીકાંત પરમાર પોતાના ખેતર માં અન્ય ખેતી ની સાથે સફરજન ની ખેતી કરવા નો વિચાર કર્યો જોકે વિકસાવેલી સફરજનની આ નવી પ્રજાતિ 40 ડીગ્રી સુધીના તાપમાનમાં પણ ખેતી થઈ શકે છે. તેવું જાણી ને,તેઓ ત્રણ વર્ષ અગાઉ બેંગ્લોર થી 50 જેટલા સફરજન ના છોડ લાવ્યા હતા. તેઓએ પોતાના ખેતર માં વાવણી કરી હતી અને તેમણે માત્ર પાણી પીવડાવી ને માવજત કરી હતી ત્યારે 50 પૈકી 20 જેટલા છોડ નો ઉછેર થયો છે. જે ત્રણ વર્ષ બાદ હાલ માં 5 થી 7 ફૂટની ઊંચાઈએ પહોંચી ગયા છે.આ છોડવા પરિપક્વ થઈ જતાં હાલ માં આ સફરજન ના છોડ ઉપર ફૂલ અને પછી ફ્ળ આવ્યા છે.


