૨૭ એપ્રિલ ના રોજ ચુંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા કહ્યું હતું તેમાં ડાભી ના ખર્ચ રજિસ્ટર માં અધુરી વિગતો રજૂ કરેલી હોવાથી હિસાબ મેળ થયો ન હતો….
પાટણ લોકસભા બેઠક ના ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભી એ તેમના ચુંટણી ખર્ચ ના હિસાબમાં રૂ ૧૮.૨૧ લાખ ઓછા દર્શાવ્યા હોવાથી પાટણ કલેકટર અને જીલ્લા ચુંટણી અધિકારી અરવિંદ વિજયે તેમને નોટિસ આપી છે ૨૭ એપ્રિલ ના રોજ ચુંટણી ખર્ચના હિસાબો રજૂ કરવા માટે જણાવેલું હતું પરંતુ તેમાં ભરતસિંહ ડાભી ના ખર્ચ રજિસ્ટર માં અધુરી વિગતો રજૂ કરેલી હોવાથી હિસાબ મેળ થયો ન હતો બાદમાં તેમના રજૂ કરવામાં આવેલા ખર્ચ રજિસ્ટર માં ૨૭ એપ્રિલ સુધીમાં રૂ ૧૬,૩૬,૯૧૬ નો ખર્ચ દર્શાવ્યો હતો જ્યારે ચૂંટણી તંત્ર દ્વારા નિભાવવામાં આવતા ઉમેદવાર ના રજિસ્ટર પ્રમાણે રૂ ૩૪,૫૮,૭૦૦ નો ખર્ચ નોધેલો છે આમ ભરતસિંહ ડાભી દ્વારા રૂ ૧૮,૨૧,૭૮૪ નો ખર્ચ ઓછો દર્શાવ્યો છે
ત્યારે જીલ્લા ચૂંટણી અધિકારી અરવિંદ વિજય ને ભરતસિંહ ડાભી ને નોટીસ આપી તેમના દ્વારા ઓછા દર્શાવેલા ખર્ચ બાબતે ૪૮ કલાક માં ખર્ચ તફાવત અંગે અસંમતીના કારણો અને પુરાવા સહ જવાબ રજૂ કરવા જણાવ્યું છે આ નોટીસ મળ્યાના ૪૮ કલાક માં જવાબ રજૂ નહીં કરાય તો આ તફાવત નો ખર્ચ તેઓને સ્વીકૃત છે તેમ માનીને તેમના ચૂંટણી ખર્ચમાં ઉમેરવામાં આવશે…
ચંદનજી ઠાકોર ના ખાતામાંથી રૂ ૧.૨૩ લાખ અંગે ફલાઇગ સ્કોવોડ ખરાઇ કરશે..૧૫ બેંક એકાઉન્ટમાં લેવડદેવડ થતાં આઇ.ટી ને જાણ કરાઇ.
ચુંટણી શરૂ થઈ ત્યારથી અત્યાર સુધીમાં પાટણ જીલ્લા માં જુદી જુદી બેંકોમાં ૧૫ જેટલા ખાતાઓમાં ૧૦ લાખથી વધુની લેવડદેવડ થતાં જરૂરી પગલાં લેવા માટે ઇન્કમટેક્સ વિભાગને ચુંટણી તંત્ર દ્વારા જાણ કરી છે આ ઉપરાંત મહેસાણા ડિસ્ટ્રીક સેન્ટ્રલ કો ઓપરેટિવ બેન્કની પાટણ બ્રાન્ચમાં પાટણ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરના બેંક એકાઉન્ટમાંથી ૧.૨૩ લાખ ઉપાડ્યા હોવાથી ફ્લાઇગ સ્કોડની ટીમ દ્વારા આ નાણાકીય વ્યવહારની જરૂરી ખરાઈ કરાવી તેનો અહેવાલ મોકલવા માટે ચૂંટણી ખર્ચ નિયંત્રણ સેલના નોડલ અધિકારી દ્વારા મદદની ચૂંટણી અધિકારી પાટણને જાણ કરી છે..


