- શીરોલાવાલા હાઇસ્કૂલનું 90.41 % પરીણામ
- શિક્ષકોએ વિદ્યાથીઓ જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરેતેવી શુભકામના આપી હતી
- હાઈસ્કૂલ માં 365 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 330 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા
બોડેલીમાં ધો.10નું શીરોલાવાલા હાઇસ્કુલનું 90.41 % પરીણામ થયું છે. ધો.10નું છોટાઉદેપુર જિલ્લાનું 84.57 % પરિણામ, બોડેલી કેન્દ્રનું 85.33 ટકા પરિણામ જાહેર થયું છે.
સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં અને બોડેલી શીરોલાવાલા હાઈસ્કૂલમાં પ્રથમ ક્રમાંકે બારીયા પ્રાચી અલ્પેશભાઈ એ 99.59 પર્શનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ 2024 માં લેવામાં આવેલી એસ એસ સિ માધ્યમિક ધોરણ 10 ની પરીક્ષા નું પરિણામ જાહેર થતાં છોટાઉદેપુર જિલ્લા નું 84.57 ટકા પરિણામ જાહેર થયું હતું જયારે બોડેલી કેન્દ્ર નું ધોરણ 10 નું 84.33 ટકા પરિણામ આવ્યું હતું. બોડેલી શેઠ એચ એચ શિરોલાવાળા હાઈસ્કૂલ નું 90.41 ટકા પરિણામ આવ્યું છે શેઠ એચ.એચ શિરોલાવાલા હાઈસ્કૂલ માં 365 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી જેમાંથી 330 વિદ્યાર્થીઓ ઉત્તીર્ણ થયા હતા.
જિલ્લામાં અને બોડેલી શીરોલાવાલા હાઈસ્કૂલ માં પ્રથમ ક્રમાંકે બારીયા પ્રાચી અલ્પેશભાઈ એ 99.59 પર્શનટાઇલ સાથે A1ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો જયારે બીજા ક્રમાંકે સુથાર માનવ કુમાર દિનેશભાઈ 99.21 પર્શનટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો જયારે ત્રીજાક્રમાંકે પ્રજાપતિ યશ જીગ્નેશકુમાર 99.07 પર્સન્ટાઇલ સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો હતો. તમામ વિદ્યાર્થીઓને શાળાના ,આચાર્ય અને શિક્ષકોએ વિદ્યાથીઓ જીવનમાં ઉત્તરો ઉત્તર પ્રગતિ કરેતેવી શુભકામના આપી હતી.


