- જીવન સંધ્યા વૃધ્ધાશ્રમમાં 150 વડીલો કરે છે વસવાટ
- માતાઓને મળવા પહોંચ્યા વૃદ્ધાશ્રમમાં સંતાનો
- વૃધ્ધાશ્રમમાં રોજના ઇન્કવાયરી કોલ 15 થી વધુ આવી રહ્યા છે
મા એ મા બીજા બધા વનવગડાના વા આ કહેવત આપણે પહેલીથી ભણતા આવ્યા છીએ અને સાંભળતા આવ્યા છીએ,પરંતુ આપણા સમાજની વાસ્તવિકતા કઈક અલગ છે,આજે મધર્સ ડે ની વિશ્વભરમાં લોકો ઉજવણી કરી રહ્યાં છે,તો બીજી તરફ અમદાવાદના નારાયણપુરા ખાતે આવેલા જીવનસંધ્યા વૃદ્ધાશ્રમમાં છોકરાઓ તેમની માતાને મળવા આવી રહ્યાં છે,આ તો કેવુ એમ સમજાતું નથી,એક તરફ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકો છો અને બીજી તરફ મધર્સ ડે ની ઉજવણી કરો છો.
મેના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવાય છે
મેના બીજા રવિવારને આપણે સૌ કોઈ મધર્સ ડે તરીકે ઉજવીએ છે. માતાનું મહત્વ શબ્દોમાં આંકવું મુશ્કેલ છે. ભગવાને માતાનું સર્જન જ એટલા માટે કર્યું છે કે તે બધી જ જગ્યાએ પહોંચી શકતા નથી. માતાના પ્રેમ અને ત્યાગનું ઋણ કોઇ ચૂકવી શકે તેમ નથી. આથી જ મધર્સ ડે ઉજવાય છે.
સ્ત્રીનુ જીવનમાં આગવુ મહત્વ છે
કહેવાય છે કે, સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપે છે ત્યારે તે પૂર્ણ સ્ત્રી બને છે. ગર્ભમાં 9 મહિના રાખ્યા બાદ કોઇ સ્ત્રી જ્યારે બાળકને જન્મ આપ્યા બાદ તેનો ચેહરો જુએ છે ત્યારે પ્રસવની અસહ્ય પીડા પણ ભૂલી જાય છે. માતા માટે તેનું બાળક જ સર્વસ્વ હોય છે. માતા તેના બાળક માટે ગમે તેની સાથે લડવા તૈયાર હોય છે. તે માતા માનવ હોય કે, પશુ – પ્રાણી. સિંહણ તેના બચ્ચા માટે જંગલના સાજા સિંહ સામે બાથ ભીડે છે.ભારતમાં માતા, મમ્મી, મા અને બા કહીને સંબોધવામાં આવે છે. બાળક સૌથી પહેલો શબ્દ મા કે બા બોલતા શીખે છે ત્યારે તેની માતાને હરખનો પાર નથી હોતો. ભારતમાં જન્મ આપનાર સ્ત્રીને પણ માતા કહેવાય છે.
વિવિધ દેશોમાં ઉજવાય છે મધર્સ ડે
વિવિધ દેશોમાં અલગ અલગ તારીખે મધર્સ ડે માતૃત્વ દિવસ ઉજવાય છે. અલબત્ત વ્યાપક ધોરણે દુનિયાભરમાં દર મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. ગ્રીક અને રોમનોએ સૌ પ્રથમ તેને દેવી રિયા અને દેવી સાયબેલના સન્માનમાં ઉજવ્યું હતું. પરંતુ મધર્સ ડેનું આધુનિક વર્ઝન અમેરિકામાં 20મી સદીમાં શરૂ થયું છે. તેની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી, જે તેની માતા એન રીવ્સ જાર્વિસ નું સન્માન કરવા માંગતી હતી. કારણ કે, તેણે પોતાના બાળકો માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઘણો ત્યાગ આપ્યો હતો.


