- ફૂડ પોઇઝનિંગની બાળકોને વધુ અસર જોવા મળી
- અસરગ્રસ્ત લોકોને તરત જ સારવાર માટે રાણાગઢ CHCમા ખસેડાયા
- એકાએક આ ફૂડ પોઇઝનીંગની જાણ થતાં લગ્ન પ્રસંગમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી
લીંબડીના નળકાંઠાના રોજાસર ગામે લગ્ન પ્રસંગ માં જમણવાર દરમિયાન ખોરાકી ઝેરની અસર વર્તાતા દોડધામ મચી જવા પામી હતી. અસરગ્રસ્તોને રાણાગઢ સીએચસી ખાતે ખસેડાયા હતા.
રાણાગઢ આરોગ્ય કેન્દ્ર ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ રોજાસર ગામે લગ્ન પ્રસંગ હતો. જેમાં જમણવાર ચાલુ હતો. તે દરમિયાન કેટલાક બાળકોની તબિયત લથડતા ત્યારબાદ ધીમે ધીમે અસરગ્રસ્તોની સંખ્યા વધતાં તાબડતોબ રાણાગઢ સીએચસી ખાતે સારવાર માટે ખસેડાયા હતા. રાણાગઢના મેડિકલ ઓફ્સિર રાકેશ પરાલીયાએ વિગતો આપતા જણાવ્યું હતું કે રોજાસર ગામેથી ફૂડ પોઇઝનીંગના 39 કેસો નોંધાયાછે. તમામને સારવાર આપવામાં આવી રહી છે. અને તમામ બાળકો હાલ ભયમુક્ત હોવાનું જણાવ્યું હતું. એકાએક આ ફૂડ પોઇઝનીંગની જાણ થતાં લગ્ન પ્રસંગમાં પણ ભારે દોડધામ મચી ગઇ હતી.


