- રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી
- ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ સાથે વરસાદ રહેશે
- સૌરાષ્ટ્રના અનેક જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ
રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે.
આગામી 3 કલાક ગાજવીજ અને ભારે પવન સાથે છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. ગુજરાતમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી , પાટણ અને મહેસાણામાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે.
અમદાવાદ , ભરુચ , ડાંગ, તાપી , નવસારી, વલસાડ , દમણ , દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમરેલી ,ભાવનગર અને બોટાદમાં ભારે પવન સાથે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. પવનની ગતિ 40 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે. રાજ્યમાં અનેક જગ્યાએ કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.
આ જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર
રાજ્યમાં આગામી 3 કલાક ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બીજી તરફ છોટાઉદેપુર, પંચમહાલ, ડાંગ, તાપી, નર્મદા, વરસાડ, નવસારી, ભાવનગર, જૂનાગઢમાં આગામી 3 કલાક પવન, ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે.


