રાજુલા શહેરમાં સરકારી હોસ્પિટલ બહાર ઉનાળાની કાળજાળ ગરમીમાં અવરજવર કરતા લોકોને પીવાનુ પાણી મળી રહે તે માટે વિશ્ર્વ હિન્દુ પરિષદ દ્વારા પાણીનું પરબ બાંધવામા આવ્યું છે. આ તકે વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ યુવરાજભાઇ ચાંદુ, બજરંગ દળ પ્રમુખ ગૌરાંગભાઇ મહેતા, ચિરાગભાઈ જોશી, જયરાજભાઈ ધાખડા, કેતનભાઇ દવે, હિતેશભાઈ કાતરીયા સહિત રાજુલા વિશ્વ હિન્દુ પરિષદ સમગ્ર ટીમ સહભાગી બની હતી


